HomeNationalકુદરતી હોનારતમાં સૌથી વધુ મૃત્યુ મામલે ગુજરાત ત્રીજા સ્થાને,જાણો પ્રથમ કોણ

કુદરતી હોનારતમાં સૌથી વધુ મૃત્યુ મામલે ગુજરાત ત્રીજા સ્થાને,જાણો પ્રથમ કોણ

અમદાવાદ,બુધવાર

  કુદરતી હોનારતમાં દેશના જે રાજ્યોમાં સૌથી વધુ મૃત્યુ થયા હોય તેમાં મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે. ભારે વરસાદ,વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ વર્ષે અત્યાર સુધી NDRF અને SDRFની કુલ 20 ટીમ દ્વારા 77 વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા અને પૂરમાં ફસાયેલી 12 વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. ગુજરાતમાં આ વર્ષે ચક્રવાત-ભારે-વરસાદ-પૂર-ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં 9922 ઢોર ઢાંખરના મૃત્યુ થયા છે. જ્યારે 1 લાખ 32 હજાર 710 કાચા તેમજ પાકા મકાનને નુકસાનનો સામનો કરવો પડ્યો છે.

   ગત વર્ષે ગુજરાતમાં ભારે વરસાદથી 190 વ્યક્તિના મૃત્યુ થયા હતા.તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 29 ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું લોકસભાના પ્રશ્નોત્તરીકાળમાં સરકારે માહિતી આપી હતી. આ વર્ષે કુદરતી હોનારતમાં મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 489, હિમાચલ પ્રદેશમાંથી 298 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે ગુજરાત-ઉત્તર પ્રદેશ 162 સાથે ત્રીજા સ્થાને છે. 25 નવેમ્બર 2021 સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં કુલ 1503 વ્યક્તિના મૃત્યુ થયા છે. ખેડૂતોની આવક બાબતે ગુજરાતનો દેશમાં 10મો નંબર છે. લોકસભામાં મંગળવારે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના 2019ના સર્વે પ્રમાણે માહિતી સરકાર આપી હતી. દેશની ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂ. 10218 છે જ્યારે ખર્ચ રૂ. 4226 છે. દેશમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 17299 ખેડૂતોએ આત્મહત્યા કહી હતી જેમાંથી ગુજરાતમાં 29 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW