સાઉદી અરેબિયા,બુધવાર
સાઉદી અરેબિયામાં ઓમિક્રોન વેરિઅનટે પગપેસારો કરી દીધો છે.તેમજ આજે દેશમાં કોરોનાના નવા પ્રકારનો પહેલો કેસ મળી આવ્યો છે. ઉત્તર આફ્રિકન દેશના નાગરિકમાં આ પહેલો કેસ આવ્યો છે. જે વ્યક્તિને ચેપ લાગ્યો છે, તેને અને તેના સંપર્કોનેમાં આવેલા લોકોને અલગ રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ગલ્ફ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટનો આ પહેલો કેસ છે. ઓમિક્રોન અત્યાર સુધીમાં 14 થી વધુ દેશોમાં ફેલાયું છે.
લંડન અને એમ્સ્ટરર્ડમમાં પણ ઓમિક્રોનનો કહેર
કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ખતરનાક હોવાનું કહેવાય છે. તે દક્ષિણ આફ્રિકા, યુરોપીયન દેશો, બ્રિટન, નેધરલેન્ડ, લેટિન અમેરિકા સહિત 14થી વધુ દેશોમાં ફેલાયું છે. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરર્ડમમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટના કેસો મળી આવ્યા છે. આવી સ્થિતિમાં આ મુસાફરોની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
વિદેશથી આવતા પ્રવાસીઓ અંગે સરકારની ચેતવણી
કેન્દ્ર સરકારે જોખમ ધરાવતા દેશોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં યુરોપિયન દેશો, બ્રિટન, આફ્રિકા,બ્રાઝિલ,બોત્સ્વાના,ચીન,મોરેશિયસ,ન્યુઝીલેન્ડ,ઝિમ્બાબ્વે,સિંગાપોર,હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દેશોમાંથી ભારત આવતા નાગરિકોની દર બીજા, ચોથા અને સાતમા દિવસે RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જો કોઈ નાગરિક પોઝિટિવ આવે, ત્યારબાદ તેને હોસ્પિટલમાં મોકલવામાં આવશે. તે જ સમયે, નેગેટિવ મુસાફરોને 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.

