HomeNationalInter Nationalઅમેરિકાએ અન્ય દેશોની સેના સાથે સંબંધિત 27 કંપનીઓનું બ્લેકલિસ્ટ જાહેર કર્યું, તેમાંથી...

અમેરિકાએ અન્ય દેશોની સેના સાથે સંબંધિત 27 કંપનીઓનું બ્લેકલિસ્ટ જાહેર કર્યું, તેમાંથી ચીન-પાકિસ્તાનની 12 કંપનીઓ બ્લેકલિસ્ટમાં સામેલ

વોશિંગ્ટન ડીસી, મંગળવાર

   બિડેન એડમિનિસ્ટ્રેશને 27 વિદેશી કંપનીઓને સૈન્ય સાથે સંબંધ ધરાવતી બ્લેકલિસ્ટ જાહેર કરી છે. સૌથી વધુ 12 પ્રતિબંધિત કંપનીઓ ચીનની છે. આ સિવાય પાકિસ્તાન, જાપાન, રશિયા અને સિંગાપોરની કંપનીઓ પણ આ યાદીમાં સામેલ છે. થોડા દિવસો પહેલા અમેરિકી સરકારે કહ્યું હતું કે તે દેશોની સેનાઓને ગુપ્ત રીતે મદદ કરતી વિદેશી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પછી આ યાદી જાહેર કરવામાં આવી છે.

અમેરિકન હિતો માટે ચિંતા
   યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગયા અઠવાડિયે કહ્યું હતું કે અમે આવી વિદેશી કંપનીઓ સામે કડક પગલાં લેવા જઈ રહ્યા છીએ જે અમેરિકન હિતોને નુકસાન પહોંચાડી શકે છે. આ કંપનીઓના કારણે આપણી રાષ્ટ્રીય સુરક્ષા પ્રભાવિત થઈ રહી છે. આ સિવાય વિદેશ નીતિ પણ પ્રભાવિત થાય છે. કુલ મળીને 27 કંપનીઓને મિલિટરી એન્ડ યુઝર (MEU) યાદીમાં મૂકવામાં આવી છે. તેમાંથી એક રશિયન આધારિત છે. આ સિવાય 12 કંપનીઓ ચીનની છે. આ યાદીમાં પાકિસ્તાન, જાપાન અને સિંગાપોરની કંપનીઓ પણ સામેલ છે.

શું અસર થશે
   યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી અનુસાર, નિકાસ વહીવટી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પછી 27 વધુ કંપનીઓને પ્રતિબંધિત અથવા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ કંપનીઓ અમેરિકન ટેક્નોલોજીને દેશની બહાર લઈ જઈ શકશે નહીં. પાકિસ્તાનને તેના પરમાણુ કાર્યક્રમના કારણે આ યાદીમાં મૂકવામાં આવ્યું છે. આ કંપનીઓ અમેરિકામાં બિઝનેસ પણ કરી શકશે નહીં. ઉત્તર કોરિયા અને ઈરાનમાં ટેક્નોલોજી ટ્રાન્સફર કંપનીઓ આમાંથી કેટલીક હોવાનુંમાનવામાં આવે છે જે ઈરાનને પરમાણુ હથિયારો મેળવવામાં મદદ કરી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ સિવાય ઘણા પશ્ચિમી દેશો ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમને પોતાના માટે ખતરો માને છે. ચીનની નજીક રહેલા ઉત્તર કોરિયાને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે ચીનની કેટલીક કંપનીઓ બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં પાકિસ્તાનને મદદ કરી રહી છે. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને અમેરિકાએ ઘણી વખત અસુરક્ષિત ગણાવ્યું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW