HomeGujaratIPL સુપરસ્ટાર રાહુલ તેવટિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા, યુઝવેન્દ્ર ચહલ પત્ની સાથે...

IPL સુપરસ્ટાર રાહુલ તેવટિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા, યુઝવેન્દ્ર ચહલ પત્ની સાથે પહોંચ્યા, ધવન-પંત પણ સામેલ

નવી દિલ્હી,મંગળવાર

   ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહેલા રાહુલ તેવટિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રાહુલ તેવટિયાએ રિદ્ધિ પન્નુ સાથે લગ્ન કર્યા છે.બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

   રાહુલ તેવટિયાના લગ્નમાં ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન, ઋષભ પંત, નીતિશ રાણા પહોંચ્યા હતા. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા પણ લગ્નમાં પહોંચી હતી… અને નવા કપલ સાથે તસવીરો પડાવી હતી. તમને જણાવી દઈએ કે રાહુલ તેવટિયા અને રિદ્ધિની સગાઈ આ વર્ષની શરૂઆતમાં થઈ હતી, ત્યારબાદ રાહુલ તેવટિયા IPL રમવા માટે UAE ગયો હતો. યુઝવેન્દ્ર ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાહુલ તેવટિયાની એક તસવીર શેર કરી છે. ઘરેલુ ક્રિકેટમાં હરિયાણા તરફથી રમનાર રાહુલ તેવટિયા IPLમાં રાજસ્થાનની ટીમનો ભાગ છે. જો આ વર્ષે રાજસ્થાન રોયલ્સની ટીમ તેને રિટેન નહીં કરે તો રાહુલ તેવટિયા પણ મેગા ઓક્શનનો ભાગ બની શકે છે. આ વર્ષની શરૂઆતમાં રાહુલ તેવટિયાને ઈંગ્લેન્ડ સામે રમાયેલી T20 શ્રેણીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જોકે તેનું ડેબ્યૂ થઈ શક્યું ન હતું. આઈપીએલની 2020 સીઝનમાં રાહુલ તેવટિયાએ પંજાબની ટીમ સામે 31 બોલમાં 53 રન ફટકારીને મેચને ઊંધો ફેરવી નાખ્યો હતો. ત્યારબાદ રાહુલ શરૂઆતના 19 બોલમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો અને બાદમાં માત્ર 12 બોલમાં 45 રન બનાવી પોતાની ટીમને જીત અપાવી હતી. રાહુલ તેવટિયાએ એક ઓવરમાં પાંચ સિક્સર ફટકારી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW