HomeGujaratટ્વિટરના CEO જૈક ડોર્સીએ રાજીનામું આપ્યું, પરાગ અગ્રવાલને પદ સોંપ્યું

ટ્વિટરના CEO જૈક ડોર્સીએ રાજીનામું આપ્યું, પરાગ અગ્રવાલને પદ સોંપ્યું

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના CEO જૈક ડોર્સીએ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. તેમણે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે. જૈક ડોર્સીએ ટ્વિટર પર એક નિવેદન જાહેર કર્યુ છે, જેમાં તેમણે કહ્યુ કે, કો-ફાઉન્ડરથી સીઈઓ, ચેયરથી એક્ઝિક્યુટિવ ચેયર, પછી અંતરિમ સીઈઓ અને પછી સીઈઓ, લગભગ 16 વર્ષો કંપનીમાં પગાર કર્યા બાદ મેં નિર્ણય કર્યો છે કે આખરે છોડવાનો સમય આવી ગયો છે. જૈકે પોતાના નિવેદનના અંતમાં કહ્યુ કે, ટ્વિટર ઇંક માટે મારી એક ઈચ્છા છે કે તે દુનિયાની સૌથી પારદર્શી કંપની બની રહે.

ખ્યાલ નથી કોઈએ સાંભળ્યું છે કે નહીં, પરંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામુ આપી દીધુ છે. જૈકનું પદ હવે ભારતીય અમેરિકન પરાગ અગ્રવાલ સંભાળશે. કંપનીનું બોર્ડ જૈક ડોર્સીના ટ્વિટર છોડવાને લઈને છેલ્લા એક વર્ષથી તૈયારી કરી રહ્યું હતું.જૈક ડોર્સીએ પોતાનું છેલ્લુ ટ્વિટ તા. 28 નવેમ્બરે કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યુ હતું- આઈ લવ ટ્વિટર. સોશિયલ મીડિયા જગતની મોટી ખબર છે. જૈક ડોર્સી તેમના ઉત્તરાધિકારી પરાગને કંપનીની કમાન સોંપશે.નવા સીઈઓ પરાગ અગ્રવાલ જણાવ્યું કે હું મારા પર વિશ્વાસ કરવા અને મારા નેતૃત્વ હેઠળ બોર્ડનો આભાર માનું છું. હું જેકની સતત માર્ગદર્શકતા, સહકાર અને ભાગીદારી માટે આભારી છું. હું જેક ડાર્સીના નેતૃત્વ હેઠળ કંપની દ્વારા કરવામાં આવેલી સિદ્ધિઓને આગળ વધારવા તૈયાર છું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW