HomeGujaratNorth Gujaratએસીબીની કાર્યવાહી : પાંચ હજારની લાંચ લેતા ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને...

એસીબીની કાર્યવાહી : પાંચ હજારની લાંચ લેતા ખાડિયા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનની ધરપકડ

અમદાવાદ, મંગળવાર

   અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશનના માણેક ચોક પોલીસ ચોકીના રાઈટર કોન્સ્ટેબલ અને હોમગાર્ડને 5100 રૂપિયાની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા છે. આરોપી કોન્સ્ટેબલે અરજીમાં તપાસ કરવા માટે નાનો-મોટો વ્યવહાર કરવો પડશે કહી અને લાંચ માગી હતી. ACBએ છટકું ગોઠવી કોન્સ્ટેબલ વતી લાંચ લેતા હોમગાર્ડને ઝડપી લીધો હતો. બાદમાં કોન્સ્ટેબલને પણ પકડ્યો હતો. 

   ફરીયાદીએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી તે અરજીની તપાસ ખાડીયા પોલીસ સ્ટેશનની માણેકચોક પોલીસ ચોકીમાં સોંપાઈ હતી. માણેકચોક પોલીસ ચોકીના રાઇટર પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ મોહનસિંહ ચૌહાણએ અરજીના કામે અરજદારનું નિવેદન લખી જણાવ્યુ હતું કે આ અરજીની તપાસ કરવા નાનો મોટો વ્યવહાર કરવો પડશે. 26 નવેમ્બરના રોજ ફરીયાદી જયેન્દ્રસિંહને મળ્યા ત્યારે તેણે રૂ 5100 આપી જવાનું કે પહોંચાડી દેવાનું કહ્યું હતું. ફરિયાદીએ ACBમાં ફરીયાદ કરતા ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. 5100ની લાંચની માંગણીની રકમ પોલીસ ચોકીમાં હોમગાર્ડ સાહીલ સલીમભાઇ મિર્ઝાને લાંચની રકમ ફરીયાદીએ આપતા ACBએ તેમને ઝડપી લીધા હતા અને કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW