HomeGujaratIND vs NZ : કાનપુર ટેસ્ટ જીતવાથી ટીમ ઈન્ડિયા એક ડગલું દૂર

IND vs NZ : કાનપુર ટેસ્ટ જીતવાથી ટીમ ઈન્ડિયા એક ડગલું દૂર

કાનપુર, સોમવાર

   ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી કાનપુર ટેસ્ટ તેના છેલ્લા દિવસે રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે.ન્યૂઝીલેન્ડને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ન્યૂઝીલેન્ડે પાંચમા દિવસે માત્ર એક વિકેટ ગુમાવી છે. હવે તે ટાર્ગેટ તરફ ઝડપથી આગળ વધી રહી છે.

   પાંચમા દિવસની શરૂઆત બાદ ભારતીય ટીમના બોલરો કોઈ અજાયબી કરી શક્યા ન હતા. ટીમ ઈન્ડિયાને પહેલા સેશનમાં એક પણ વિકેટ મળી ન હતી, બીજા સેશનના પહેલા બોલ પર ઉમેશ યાદવે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી હતી.રવિન્દ્ર જાડેજાએ ન્યુઝીલેન્ડને વધુ એક ઝટકો આપ્યો છે અને હવે ટીમ ઈન્ડિયા કાનપુર ટેસ્ટ જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. રવિન્દ્ર જાડેજાએ ટિમ સાઉથીને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. મેચમાં માત્ર 9 ઓવર બાકી હોવાથી ભારતીય ટીમે જલ્દી જ વિકેટ લેવી પડશે. કાનપુર ટેસ્ટમાં રમતનો છેલ્લો કલાક ચાલી રહ્યો છે, રવિન્દ્ર જાડેજાએ વધુ એક વિકેટ લીધી છે. જાડેજાએ 30 બોલ રમી ચૂકેલા કાયલ જેમિસનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાને હવે જીતવા માટે માત્ર 2 વિકેટની જરૂર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW