HomeGujaratમોરબી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ 7 આરોપીઓને જેલ હવાલે

મોરબી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ 7 આરોપીઓને જેલ હવાલે

મોરબીના ઝીંઝુડા ગામમાં 593 કરોડની કિંમતના 118 કિલો હેરોઇન સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા બાદ અલગ અલગ સમયે કુલ 7 આરોપી ઝડપાયા કોર્ટમાં રજુ કરાયા જેમને 28 મી સુધી રિમાન્ડ પર મોકલી દેવાયા હતા . રવિવારે આ તમામ આરોપીઓ ને મેજિસ્ટ્રેટ. સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

મોરબીના ઝીંઝુડા ગામમાં ગત 15 નવેમ્બરના રોજ ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડ્યો હતો. અને ઝીંઝુડા ગામમાં રહેતા સમુસુદીન સૈયદના મકાનમાંથી  593.25 કરોડનો 118 કિલો હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે સમસુદીન હુશૈનમિયા સૈયદ, મુખ્તાર હુશૈન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ, ગુલામ હુશૈન ઉમર એમ આ ત્રણ શખ્સોને ઝડપી લેવાયા હતા. બાદમાં ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અલી મીયા કાદરી, રહે. બંદર રોડ, જામ સલાયા અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફે બિંદુ, રહે: મન્નીવાલી, તાલુકા સાદુલશહર, જીલ્લો ગંગાનગર,રાજસ્થાન નામના શખ્સને શિરોહી, રાજસ્થાન નજીકથી દબોચી લેવાયા હતા.જોડિયાના વોન્ટેડ ઇશા રાવના પુત્ર હુસેનની સંડોવણી પણ ખુલતા તેને પણ ઝડપી લેવાયો હતો. જેમાં અગાઉન 3 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ અને ત્યારબાદના ચાર આરોપીઓના 10 દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થતાં ફરી આ સાતેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.આથી કોર્ટે આ સાતેય આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW