HomeGujaratકોરોનાથી થયેલા મૃત્યુમાં સહાય ક્યાંથી અને કેવી રીતે મેળવશો.. ? આ છે...

કોરોનાથી થયેલા મૃત્યુમાં સહાય ક્યાંથી અને કેવી રીતે મેળવશો.. ? આ છે એના નિયમો…

અમદાવાદ, રવિવાર

   અમદાવાદ જિલ્લામાં કોવિડ – 19ના કારણે મૃત્યુ પામેલા નાગરિકો વારસદારોને SDRFમાંથી સહાય આપવા બાબત માર્ગદર્શિકા/ગાઇડલાઇન આ મુજબ છે. www.egujaratitimes.com મૃતકના વારસદારો અરજી ફોર્મ મેળવવા માટે જિલ્લા કલેકટરની વેબસાઇટ (https:// ahmdabad. gujarat.gov.in.) પરથી, અમદાવાદ શહેર થતા ગ્રામ્ય વિસ્તારના તમામ તાલુકાઓના જન સેવા કેન્દ્રો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સીટી સેવક સેન્ટર ખાતેથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વેબ સાઈટ ખાતે (www.ahmedabadcity.gov.in) પરથી તેમજ તમામ ગ્રામ પંચાયત કચેરી અને નગરપાલિકાની જન્મ મરણ રજિસ્ટ્રાર ઓફિસ ખાતે અને તાલુકા હેલ્થ ઓફિસ ખાતેના સ્થળોથી અરજી ફોર્મ મેળવી શકાશે.

  અરજદારે રહેણાંક વિસ્તારની જે તે તાલુકાની મામલતદારની કચેરીએ અરજી ફોર્મ ભરી જમાં કરવાનું રહેશે. અરજી ફોર્મ સાથે નિયત કરવામાં આવેલા જરૂરી પુરાવાઓ જોડવાના રહેશે. અરજી સાથે રજૂ કરવાના દસ્તાવેજો સહાય મેળવવા માટે અરજી સાથે જરૂરી પુરાવાઓમાં કોવિડ મૃતકના મરણનું પ્રમાણપત્ર, ફોર્મ-4 (હોસ્પિટલમાં મૃત્યુ થયુ હોય તો), ફોર્મ-૪-એ(અન્ય કિસ્સામાં મૃત્યુ થયું હોય તો), RTPCR રિપોર્ટ, આધારકાર્ડ, વારસદારની બેંક ખાતાની વિગત, એક જ વારસદાર હોય તો સાદા કાગળ પર ડેકલેરેશન, એકથી વધુ વારસદાર હોય તો અન્ય વારસદારની સંમતિ સાથેની એફિડેવિટ જોડવાનુ રહેશે. નીચે દર્શાવેલ બાબતોને કોવિડ -19થી મૃત્યુ તરીકે ગણવામાં આવશે.

(1) કોવિડ -19 પરીક્ષણની તારીખથી અથવા ક્લિનિક્લી કોવિડ -19 પોઝિટિવ કેસ તરીકે નક્કી થયાની તારીખથી 30 દિવસના સમયગાળામાં હોસ્પિટલની અંદર કે બહારના દર્દીના મૃત્યુ ને કોવિડ -19ને કારણે મૃત્યુ તરીકે ગણવામાં આવશે.
(2) કોવિડ -19 દર્દી હોસ્પિટલ /ઈન પેશન્ટ ફેસીલીટીમાં સારવાર લેતા હોય તે દરમિયાન અને 30 દિવસ પછી પણ આ જ સારવાર ચાલુ રહે અને ત્યાર બાદ મૃત્યુ પામે તેને કોવિડ -19 મૃત્યુ તરીકે ગણવામાં આવશે.
(3) કોવિડ -19 પોઝિટિવ દર્દી પોઝિટિવ સાબિત થયાના 30 દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય મેળવવા પાત્ર છે. પરંતુ ઝેર, હત્યા, અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં સહ કોવિડ ઘટના હોય તો પણ કોવિડ – 19 મૃત્યુ ગણાશે નહી. (તસવીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW