HomeGujaratઅમિત શાહે ગાંધીનગર ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક એન્ડ માર્કેટિંગ ફેડરેશનની મિલ્ક પાઉડરની...

અમિત શાહે ગાંધીનગર ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક એન્ડ માર્કેટિંગ ફેડરેશનની મિલ્ક પાઉડરની નવી ફેક્ટરી, પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું

ગાંધીનગર, રવિવાર

   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. જ્યા તેઓ આજે પોતાના મત વિસ્તારમાં એટલે ગાંધીનગરમાં વિકાસના કામોનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગરમાં આવેલ અમૂલ ફેડ ડેરીમાં આજે અમિત શાહે પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.સાથે જ ‌તેમણે 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા બટર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું‌ છે. જેને લઈને પુરજોશમાં તૈયારીઓ કરવામાં આવી હતી.

   પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક એન્ડ માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ની મિલ્ક પાઉડરની નવી ફેક્ટરી, પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. ડેરી દ્વારા આ પ્રોજેક્ટ્સમાં રૂ. 415 કરોડનું રોકાણ કરાયું છે. આ નવી મિલ્ક પાઉડર ફેક્ટરી અમુલફેડ ડેરી ખાતે સ્થપાઈ છે, જે GCMMFનું એકમ છે અને તે એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક ડેરી છે, જેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે.આ પ્રસંગે અમૂલફેડ ડેરીમાં નવી રોબોટિક હાઇટેક વેરહાઉસિંગ સુવિધાનું ઉદઘાટન પણ કર્યું હતું. આ સુવિધા રૂ. 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, જે ડેરીને વધુ આવરદા ધરાવતા 50 લાખ લિટર દૂધને કાર્ટુન પેકેજિંગમાં ઉચ્ચ ઘનતાવાળા સ્ટોરેજમાં સંગ્રહિત કરવા સક્ષમ બનાવે છે. ઓટોમેટિક વેરહાઉસિંગ સિસ્ટમ ઉત્પાદનને નુકસાન થવાની સંભાવનાઓ પણ ઘટાડે છે.

   કેન્દ્રીય સહકાર મંત્રીએ ગાંધીનગરમાં અમૂલફેડ ડેરીના નવા પોલિ ફિલ્મ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. આ વિસ્તરણને પગલે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 20,000 ટનથી બમણી થઈ 40,000 મેટ્રિક ટન થઈ છે, જે તેને ભારતનો સૌથી મોટો પોલિ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવે છે. આ નવા વિસ્તરણ માટે રૂ.50 કરોડનું રોકાણ કરાયું છે.અમૂલફેડ ડેરી દૂધની વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે, જેમાં આઇસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, લસ્સી, છાશ, માખણ, બેબી ફૂડ, ડેરી વ્હાઇટનર, દૂધ, દહીં અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તે ગુજરાતમાં ડેરી સહકારી સંસ્થાઓ માટેના સર્વોચ્ચ રાજ્ય સ્તરીય માર્કેટિંગ ફેડરેશન GCMMFનો એક ભાગ છે, જે અમૂલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.GCMMF તેના 18 જિલ્લા સ્તરના સભ્ય યુનિયનો, 18,563 ગ્રામ સ્તરની ડેરી સહકારી મંડળીઓ અને 36 લાખ ખેડૂત સભ્યો સાથે મળીને ભારતમાં સૌથી મોટું ડેરી સહકારી નેટવર્ક છે. તે દેશનું સૌથી મોટું ખાદ્ય સંગઠન છે, જેનું ગ્રૂપ ટર્નઓવર 2020-21માં રૂ. 53,000 કરોડ હતું. GCMMF અને અમૂલ ગ્રુપનું લક્ષ્ય 2025 સુધીમાં રૂ. 1 લાખ કરોડ રૂપિયાના ટર્નઓવરને સ્પર્શવાનું છે.અમૂલ જૂથ પાસે 87 ડેરી ઉત્પાદન પ્લાન્ટ છે, જેની કુલ દૂધ સંચાલન ક્ષમતા દરરોજ 39 મિલિયન લિટર છે. ગુજરાતમાં તેના વ્યાપક નેટવર્ક ઉપરાંત, આ જૂથ અન્ય 13 રાજ્યોમાંથી પણ દૂધ મેળવે છે. તેના કેટલાક સભ્ય યુનિયનોએ પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ગ્રામ સ્તરની ડેરી કૂપરેજ સોસાયટીઓ પણ સ્થાપી છે.

   આગામી સમયમાં રાજકોટ નજીક નવી ડેરી અમૂલફેડ ડેરી 2ના નિર્માણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દૈનિક 20 લાખ લિટરની ક્ષમતા ધરાવતો આ પ્રસ્તાવિત પ્લાન્ટ સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. આ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી માટે ગુજરાત સરકાર સાથે વાતચીત શરૂ કરવામાં આવી છે. આ નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે રીતે રૂપિયા 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે. બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા કાર્યક્ષમ ટેક્નોલોજીથી સુસજ્જ છે અને તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે. આ પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે. જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે. વધુમાં આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરી કરશે અને સુરક્ષા પ્રણાલીઓના ઉચ્ચતમ સ્તરથી સુસજ્જ પણ છે. આ પ્લાન્ટમાં નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW