HomeGujaratઅભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુંબઈ, રવિવાર

  બોલિવૂડથી ફરી એકવાર સામે આવી રહ્યા છે કોરોનાના કેસ, ઉર્મિલા માતોડકર અને કમલ હસન પછી હવે તનિષા સંક્રમિત થઈ. તનિષા મુખર્જી પોતાની અપકમિંગ ફિલ્મ કોડ નેમ અબ્દુલ માટે કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે એર રૉ એજન્ટના રોલમાં જોવા મળશે.

   કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ઘણાં બોલિવૂડ સેલેબ્સ સંક્રમિત થયા હતા. ત્યારપછી દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે જ્યારે દુનિયાભરમાં નવા વેરિયન્ટની ચર્ચા ચાલી રહી છે ત્યારે બોલિવૂડથી પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનિષા મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તનિષા મુખર્જીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ વાતની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે ફરી એકવાર બોલિવૂડ સેલેબ્સને કોરોના થયો હોવાની ખબરો સામે આવી રહી છે. આ પહેલા અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને સાઉથ એક્ટર કમલ હસન કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર મળ્યા હતા. તનીષાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં લખ્યું છે કે, હું કોરોના સંક્રમિત થઈ છું અને થોડા દિવસ હવે મારે આઈસોલેશનમાં રહેવાની જરુર છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW