HomeGujaratરાજ્યમાં આ તારીખે પડશે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

રાજ્યમાં આ તારીખે પડશે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

અમદાવાદ, રવિવાર

   ગુજરાતમાં હવે કમોસમી વરસાદ જાણે કે સામાન્ય બની ગયો છેે. ગત વર્ષે પણ ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું હતું ત્યારે આ વર્ષે પણ 19 થી 22 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોના શિયાળુંના પાકને ભારે નુકશાન થયું હતું.ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. જેના કારણે જગતનો તાત ફરી ચિંતામાં મુકાઈ ગયો છે. આગામી 30‌ નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે. જેમા ઘણા બધા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ રહી શકે છે.

   પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ, તેમજ દીવમાં વરસાદ પડી શકે છે. ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીને લીધે લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ગુજરાતમાં સામાન્યથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે. સાથેજ લોપ્રેશરને કારણે ગાજવીજ સાથે પણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.રાજ્યમાં, ખેડા, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથેજ ભરૂચ, સુરત, ડાંગ, અમરેલી અને જૂનાગઢમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર અને ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW