HomeGujaratબહેન પરનાલેખાએ પત્રલેખાને મિસ કરતા ફોટો શૅર કરીને ઈમોશનલ નોટ લખી

બહેન પરનાલેખાએ પત્રલેખાને મિસ કરતા ફોટો શૅર કરીને ઈમોશનલ નોટ લખી

મુંબઈ, રવિવાર

   બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ ગત ૧૫મી નવેમ્બરના રોજ ચંદીગઢમાં સાત ફેરા લીધા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. લગ્ન પછી હવે બહેન પરનાલેખા પત્રલેખાને મિસ કરી રહી છે. પરનાલેખાએ ફોટો શૅર કરીને ઈમોશનલ નોટ લખી.

   બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. તેમના લગ્નની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. ત્યારે પરનાલેખાએ એક ફોટો શેર કરીને લખ્યું, ‘356 દિવસમાંથી હું અને પત્રા 364 દિવસ ઝઘડીએ છીએ. જે એક દિવસ વધે છે, તેમાં અમે એકબીજા પર 364 દિવસનો પ્રેમ ઠાલવી દઈએ છીએ. તે મને જે રીતે જોવે છે, તેના રિટર્નમાં હું એક જ પ્રાર્થના કરું છું કે મારી બધી ખુશી અને શાંતિ તને મળે અને તારું બધું દુઃખ મારુ થઈ જાય. આપણે બંને એક જેવા દેખાઈએ છીએ, બંને એક જેવા લાગીએ છીએ, આપણી પાસે એક જ ટ્રિગર છે. આપણે 4 વર્ષથી અલગ થયેલા જોડિયાં છીએ. મારી બહેન ગોલ્ડી, તું સુંદર વ્યક્તિ છે. તું સુંદર દુલ્હન પણ બની અને આ વાતમાં પપ્પા સંમત છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW