વિકી કૌશલ અને કેટરીના કૈફ અત્યારે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. આવી સ્થિતિમાં કપલને લઈને નવા સમાચાર સામે આવ્યા છે. વિકી કૌશલ તથા કેટરીના કૈફના લગ્ન અંગે જોરશોરથી ચર્ચા થઈ રહી છે.. જો કે, બંનેની તરફથી આ સમાચારને લઈને કોઈ પુષ્ટિ નથી થઈ પરંતુ સોશિયલ મીડિયા રિપોર્ટના અનુસાર, કથિત કપલના લગ્નની તારીખ હવે સામે આવી ગઈ છે.
વિકી અને કેટરીના 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરના એક રિસોર્ટ સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કરશે. જો કે, થોડા દિવસ પહેલા વિકી કૌશલની માસીયાઈ બહેન ડૉક્ટર ઉપાસના વોહરાએ કંઈક અલગ જ વાત કરી છે.ડૉ. ઉપાસનાએ કહ્યું હતું કે તેના ભાઈ વિકીના લગ્ન નથી. કેટરીના કૈફ સાથે કોઈ લગ્નની વાત જ નથી. તૈયારીથી લઈ લગ્નની તારીખ સહિતની વાતો માત્ર ને માત્ર મીડિયા રૂમર છે. આવું જ્યારે પણ કંઈ થશે ત્યારે તેઓ સામે આવીને જાહેરાત કરશે. બોલિવૂડમાં અવારનવાર અફવા થતી રહે છે. પછી ખ્યાલ આવે કે વાત તો કંઈ જ અલગ જ હતી.
બસ આ લગ્ન પણ ટેમ્પરરી રૂમર્સ છે. શુક્રવાર, 26 નવેમ્બરના રોજ સવારે સાડા નવ વાગે હોટલમાં વિવિધ ઇવેન્ટ્સ કંપનીઓની ખાનગી મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં કેટ-વિકીની ટીમે પણ ભાગ લીધો હતો. મિટિંગ શરૂ થયા બાદ રોજ હોટલમાં શાકભાજી તથા અન્ય સામાન સપ્લાય કરતાં લોકોની પ્રવેશ બંધી કરી દેવામાં આવી હતી. સવાઈ માધોપુરના ચૌથના બરવાડા સ્થિત આવેલો મહેલ સિક્સ સેન્સ હવે હોટલમાં કન્વર્ટ થઈ ચૂક્યો છે. કેટ-વિકીના લગ્નનું બુકિંગ કન્ફર્મ થયા બાદ અહીંયા જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજી સુધી કેટ-વિકીએ ઓફિશિયલી લગ્નની જાહેરાત કરી નથી. પૂરો કાર્યક્રમ ખાનગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુરુવાર, 25 નવેમ્બરના રોજ હોટલમાં આતિશબાજી, ડાન્સ તથા અન્ય બાબતોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કઈ જગ્યાએ કયા ફંક્શન થશે, તેને અંતિમ રૂપરેખા આપવામાં આવી હતી.