ઈન્ડિયન T20 ટીમના કેપ્ટન રોહિત શર્માએ યુવા શ્રેયસ-શાર્દૂલ સાથે ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોહિત, શ્રેયસ અય્યર અને લોર્ડ શાર્દૂલ ‘શહેરી બાબુ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કાનપુર ટેસ્ટના બીજા દિવસે, શ્રેયસ અય્યરે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં પોતાની ડેબ્યુ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને ન્યૂઝીલેન્ડ સામે 105 રન કર્યા હતા. ત્યારે રોહિત શર્માએ પણ શ્રેયસ અય્યરને શાનદાર રીતે સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અહીં ત્રણેયના ડાન્સનો વીડિયો શેર કર્યો છે.
રોહિત શર્માએ શ્રેયસ અય્યરના વખાણ કરતો વીડિયો શેર કર્યો છે. શ્રેયસની સદી બાદ રોહિતે તેના ઈન્સ્ટાગ્રામ પર ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે અય્યર અને શાર્દૂલ ઠાકુર સાથે ‘શહરી બાબુ’ ગીત પર ડાન્સ કરી રહ્યો છે. વીડિયોને કેપ્શન આપતાં રોહિત શર્માએ લખ્યું હતું કે ‘ખૂબ સરસ શ્રેયસ અય્યર, દરેક યોગ્ય મૂવ માટે.’ટીમ ઈન્ડિયાના લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા એક વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ડાન્સ શીખવતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. IPL ટીમ RCBએ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે, જેમાં ધનશ્રી વિરાટ કોહલીને ડાન્સ શીખવતી જોવા મળી રહી છે.કાનપુર ટેસ્ટના બીજા દિવસે શ્રેયસ અય્યરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટની મેચમાં પોતાની પહેલી સદી ફટકારી છે.
આની સાથે જ તે ઈન્ડિયન ટીમ માટે ડેબ્યુ મેચમાં સદી નોંધાવનાર 16મો ખેલાડી બની ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ દરમિયાન સદી મારવાના રેકોર્ડની શરૂઆત લાલા અમરનાથે કરી હતી. તેમણે 1933માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ આ ખાસ પ્રદર્શન કર્યું હતું. લાલા અમરનાથે આ મેચમાં 118 રન કર્યા હતા.