Wednesday, March 26, 2025
HomeGujaratઅમદાવાદ બાદ આ શહેરમાં પણ બનશે રીવરફ્રન્ટ, CMએ આપી લીલી ઝંડી

અમદાવાદ બાદ આ શહેરમાં પણ બનશે રીવરફ્રન્ટ, CMએ આપી લીલી ઝંડી

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરમાં આકાર પામી રહેલા તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તરીકે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં સિટી બ્યૂટીફિકેશન સહિતના નવતર આયામો આ તાપી રિવરફ્રન્ટ એન્ડ રિજુવેનેશન પ્રોજેક્ટ અન્વયે સાકાર થવાના છે. ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રૂ. 10 કરોડની ઓથોરાઇઝડ કેપિટલ સાથે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ SPV શરૂ કરવાની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

 મુખ્યમંત્રીએ આ SPV ના બોર્ડ ઓફ ડિરેકટર્સમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ ચેરમેન તરીકે સુરતના મ્યૂનિસિપલ કમિશનરને રાખવાનો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહિ, આ SPV માં નિયુક્ત કરવાના થતા 9 શેર હોલ્ડર્સમાંથી ત્રણ અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા નામાંક્તિ કરી નિયુક્ત કરવાની પણ અનુમતિ આપી છે. આ SPV માં સુડાના પ્રતિનિધિ ડિરેકટર તરીકે સુડાના સી.ઇ.ઓ ને રાખવામાં આવશે.

Riverfront surat.jpg

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ SPV માટેની કુલ રૂ.10 કરોડની પેઇડ અપ કેપિટલમાં રૂ. 5 કરોડ રાજ્ય સરકારના અને રૂ. 5 કરોડ સુરત મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવે તેમજ આ હેતુ માટે આગામી વર્ષના બજેટમાં રૂ. 5 કરોડની જોગવાઇ કરવામાં આવે તેવા દિશાનિર્દેશો પણ આપ્યા છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેકટના રૂ. 1991 કરોડના ફેઇઝ-1ના કામો માટે વર્લ્ડ બેન્ક પાસેથી પ્રોજેક્ટ કોસ્ટના 70 ટકા પ્રમાણે લોન મેળવવાની દરખાસ્તને ભારત સરકારે મંજૂરી આપેલી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW