સુરત શહેરમાં પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી રાણી સતી નામની મીલમાં શનિવારના રોજન અચાનક આગ ફાટી નીકળી હતી.આગે ગણતરી ની મીનીટમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે કિમી દુર સુધી આગના ધુમાડા દેખાયા હતા.ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 15 વાહન એક સાથે મોકલવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો અને સતત 2 કલાક સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. બોઇલર પાસે કામ ચાલતું હતું. એ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં ચિંગારી ઊડતાં જોતજોતાંમાં ભીષણ આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં કારણ સામે આવ્યું છે.
આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગનું કામ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે એ પહેલાં મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.
જીઆઇડીસી મીલમાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગની ટીમ દોડતી થઇ ગઈ હતી અને ડાઇંગ પ્રિન્ટિંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઊઠતા જોતજોતાંમાં આગે આખી મિલને લપેટમાં લઈ લીધી હતી.ડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબૂમાં લીધા હતા.