સ્પેનના લા પાલ્માં દ્વીપ પરના કંબ્રે વિએજા જ્વાળામુખી પર સતત વિસ્ફોટ થઇ રહ્યા છે જેના કારણે આ સ્થળ આસપાસથી લગભગ 700 લોકોને તેના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.સમાચાર એજન્સી સિન્હુઆ રીપોર્ટ મુજબ મગળવારે વધુ 700 લોકોને પણ પોતાના ઘર છોડવા આદેશ કરવામાં આવ્યા છે.ટાપુના આશરે 80,000 રહેવાસીઓમાંથી, લગભગ 7,000 હવે કામચલાઉ આવાસમાં રહે છે.

લાવાની નદીઓ આખા ટાપુમાંથી વહેતી થઈને સમુદ્ર સુધી પહોંચી ગઈ છે. જમીનના ગર્ભમાંથી નીકળતી રાખને કારણે આખો ટાપુ રાખના પહાડોમાં ફેરવાઈ ગયો છેલાવાએ 1195 મકાનો, 160 કૃષિ ઈમારતો, 67 ઔદ્યોગિક ઈમારતો, 34 વેરહાઉસ, 123 જાહેર ઈમારતો અને 15 અન્ય ઈમારતોને બાળી નાખી છે.

લાવાની નદીઓની પહોળાઈ લગભગ 3.30 કિમી છે. લાવાના કારણે 340.59 હેક્ટર જમીન રાખમાં ફેરવાઈ ગઈ છે. જેમાંથી 211.19 હેક્ટરમાં કેળાનું વાવેતર થયું હતું. ત્યાં 60 વાઇનયાર્ડ્સ હતા અને 26 એવોકાડો પ્લાન્ટેશન હતા. કેનેરી ટાપુઓના વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે જ્વાળામુખીની દક્ષિણ બાજુએ એક નવું મુખ ખુલ્યું છે.જ્યાંથી તેજ ગતિએ લાવા નીકળી રહ્યા છે.અહીંથી નીકળતા લાવાની ઝડપ 600 મિટર પ્રતિ કલાક માનવામાં આવી રહી છે.આ વિસ્તારમાં સતત ભૂકંપની પણ ગતિવિધિ થઇ રહી છે.

સ્પેનના કેનેરી ટાપુઓ પર સ્થિત લા પાલ્મા જ્વાળામુખી શાંત થઈ રહ્યો નથી. આ જ્વાળામુખી લગભગ બે મહિનાથી સતત લાવા ફાટી રહ્યો છે.પરિણામ એ આવ્યું કે તેના ગરમ લાવાના કારણે 1484 ઈમારતો બળીને ખાખ થઈ ગઈ છે.જ્વાળામુખીમાંથી નીકળતો લાવા સમગ્ર ટાપુને વટાવીને લગભગ 3.50 કિમીનું અંતર કાપ્યું છે અને એટલાન્ટિક મહાસાગરમાં નવો ડેલ્ટા બનાવ્યો છે,

લાવાની નદીઓ આખા ટાપુમાંથી વહેતી થઈને સમુદ્ર સુધી પહોંચી ગઈ છે. જમીનના ગર્ભમાંથી નીકળતી રાખને કારણે આખો ટાપુ રાખના પહાડોમાં ફેરવાઈ ગયો છેલાવાએ 1195 મકાનો, 160 કૃષિ ઈમારતો, 67 ઔદ્યોગિક ઈમારતો, 34 વેરહાઉસ, 123 જાહેર ઈમારતો અને 15 અન્ય ઈમારતોને બાળી નાખી છે.

લા પાલ્માં જ્વાળામુખીથી નીકળતી રાખ 4800 મીટર ઉચાઇ સુધીની છે એટલે કે લગભગ ૫ કિમીની ઉચાઇ સુધી રાખ પહોચી રહી છે.આ વિસ્તારમાં મોટા પાયે રાખના ઢગ થઇ ગયા છે.અને ત્યાંથી સતત સફેદ ધુમાડા નીકળી રહ્યા છે.જેના કારણે દ્વીપ પરનું એરપોર્ટ હાલ બંધ છે અને તમામ પ્રકારની હવાઈ સેવા બંધ કરી દેવી પડી છે.
આ પહેલા ઓક્ટોબર 1971માં પણ લાવા ફાટ્યો હતો.પછી તે ત્રણ અઠવાડિયા સુધી લાવાની નદીઓ વહાવે છે. આ જ્વાળામુખી 19 સપ્ટેમ્બર 2021 ની રાત્રે ફાટી નીકળ્યા બાદથી સતત લાવા ફેલાવી રહ્યો છે.