Tuesday, February 17, 2026
HomeGujaratNorth Gujaratપોલીસે ચોર ટોળકી પકડવા ગોઠવ્યું છટકું પણ ચોરી કરવા ટોળકી આવતી જ...

પોલીસે ચોર ટોળકી પકડવા ગોઠવ્યું છટકું પણ ચોરી કરવા ટોળકી આવતી જ નથી

 એસ.જી. હાઈવે ઉપર સેટેલાઈટ, વસ્ત્રાપુર અને સોલા વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં ગાડીઓના કાચ તોડીને લેપટોપ, મોબાઈલ ફોન અને પૈસાની ચોરી કરવાની 1 ડઝન ઘટના બની છે. પરંતુ પોલીસ એક પણ ગુનામાં આરોપીઓને પકડી શકી નથી. જો કે ગાડીના કાચ તોડીને ચોરી કરતી ટોળકીને પકડવા માટે ખૂદ પોલીસ જ ગાડીમાં લેપટોપ બેગ મુકીને છટકું ગોઠવી રહી છે. પરંતુ એક પણ ચોર ટોળકી પોલીસે મુકેલી ગાડીનો કાચ તોડીને ચોરી કરવા આવી જ નથી.


   સેટેલાઈટ પ્રેરણાતીર્થ દેરાસરની બાજુમાં આવેલા શુભ દર્શન ટાવરમાં રહેતા જયેશભાઈ જયંતીલાલ તેરૈયા (26) એકાઉન્ટન્ટ છે. તા.24 નવેમ્બરે સાંજે 7 વાગ્યે થલતેજ ન્યૂયોર્ક ટાવર નજીક કાર પાર્ક કરીને કંકોત્રી કુરિયર કરવા ગયા હતા. જો કે તેઓ પાછા આવ્યા ત્યાર સુધીમાં બેગમાંથી રૂ.50 હજાર, લેપટોપ, બેંકોના ક્રેડિટ કાર્ડ – ડેબિટ કાર્ડ, કારની આરસી બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની ચીજ વસ્તુઓ ભરેલી બેગ કોઇ ચોરી ગયું હતું. આ અંગે જયેશભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.એસજી હાઈવે પર 10 દિવસમાં ગાડીઓના કાચ તોડીને મોબાઈલ, લેપટોપ, પૈસા સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરવાની 1 ડઝન ઘટનાઓ બની છે.


  પોલીસને એવી માહિતી મળી છે કે આ ચોરી કરનાર 8 થી 9 વર્ષની બાળકી અને તેની માતા હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે પોલીસે પકવાન ચાર રસ્તાની આસપાસ ફુટપાથ ઉપર રહેતા ભિક્ષુકોની પણ તપાસ શરૂ કરી છે.જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કી કડી હાથ લાગી નથી. આ રીતે ગાડીના કાચ તોડીને ચોરી કરવાની પદ્ધતિ છારા ગેંગની હોવાનું પોલીસનું કહેવું છે. જો કે કેટલીક ઘટનાઓમાં બાઈક અને એક્ટિવા ઉપર આવતા ચોરોના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. પરંતુ તેમાં વાહનની નંબર પ્લેટ પણ નકલી હોવાથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી.


  કાચ કાપવા માટે વપરાતી હીરાકણીનો આ ચોર ટોળકી ગાડીનો કાચ તોડવા માટે ઉપયોગ કરે છે. જો કે હીરાકણીની મદદથી આ ચોરો અડધીથી એક જ મિનિટમાં ગાડીનો કાચ તોડી નાખે છે અને તેમાં મુકેલી બેગ ચોરીને ભાગી જાય છે. (તસ્વીર પ્રતિકાત્મક છે)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page