અમદાવાદ, શુક્રવાર
LRD અને PSI ની ભરતીને લઈને આજે મહત્વનો દિવસ છે. આજે 26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થશે. શારીરિક પરિક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો બીજી તરફ, LRDની તૈયારી કરતા ઉમેદવારો સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ મુલાકાત કરી હતી. તેઓ સુરતના જહાંગીરપુરા ગ્રાઉન્ડમાં તૈયારી કરતા ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. હાલ ગ્રાઉન્ડ પર ભરતી ની તૈયારી કરતા ઉમેદવારો મોટી સંખ્યામાં હાજર છે. ત્યારે હર્ષ સંઘવીએ ભરતીના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી.
આ રીતે ડાઉનલોડ કરી શકાશે કોલ લેટર
https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવુસાઇટ પરથી call letter સેક્શનમાં જઈ અને Select Job નો ઓપ્શન સિલેક્ટ કરવોઅરજીનો નંબર તેમજ જન્મ તારીખ નાંખવોતેના બાદ તમારા કોલ લેટરની પ્રિન્ટ કાઢવી
રાજ્યભરમાંથી 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપવાના છે. જેના માટે રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. એક ગ્રાઉન્ડ પર એક દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવાશે. 3 ડિસેમ્બરથી શરૂ થનાર શારીરિક પરીક્ષા જાન્યુઆરી સુધી ચાલશે. જોકે, સાથે જ સૂચના અપાઈ છે કે, રવિવારના દિવસે શારીરિક પરીક્ષા નહીં લેવામાં આવે. જોકે, PSI અને LRD બંને ભરતી માટે એક જ દોડ હોવાથી બંને ફોર્મ ભરનાર ઉમેદવારની પહેલા શારીરિક દોડની પરીક્ષા લેવાશે.ઉલ્લેખનીય છે આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષા યોજાનાર છે.
શારીરિક પરીક્ષા માટેની કેટલીક મહત્વની માહિતી
PSI અને LRD બંનેમાં માર્કસ અલગ મળશેદોડના સમયના આધારે ઉમેદવારને માર્કસ મળશેPSIમાં 50માંથી અને LRDમાં 25માંથી ગુણ અપાશેપુરુષ અને મહિલા ઉમેદવારના શારીરિક પરીક્ષાના માપદંડ અલગ હશેશારીરિક માપની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારો જ લેખિત પરીક્ષા આપી શકશે. (તસ્વીર પ્રતિકાત્મક છે)