રાજકોટ બાર એસોસિએશન દ્વારા વર્ષ 2022ના હોદ્દેદારોની ચૂંટણી આગામી તારીખ 17 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, કારોબારી સભ્યો સહિતના 15 પદો માટે ઉમેદવારો મેદાનમાં ઉતરશે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજકોટ બાર એસોસિએશનની વર્ષ 2022ની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે મહર્ષિ પંડા અને અતુલભાઈ દવેની નિમણુંક કરાઈ છે. તેમના જણાવ્યા પ્રમાણે વર્ષ 2022ના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, લાઈબ્રેરી સેક્રેટરી, 9 કારોબારી સભ્યો, 1 મહિલા કારોબારી સભ્ય નક્કી કરવા માટે 17મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. વકીલ સભ્યોની વન બાર વન વોટ મુજબની મતદાર યાદી આજે પ્રસિદ્ધ કરાઈ હતી.
આ ચૂંટણીમાં ઉમેદવારો તા. 4થી 7-12 સુધીમાં પોતાના ઉમેદવારી પત્રો ભરી શકશે. ત્યારબાદ તેની ચકાસણી થશે અને સાંજે ઉમેદવારોની પ્રથમયાદી પ્રસિદ્ધ થશે. તેમજ તા. 9-12ના રોજ ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. તા. 10-12ના રોજ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે. તા. 17-12ના રોજ સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી સિવિલ કોર્ટ બિલ્ડીંગના પહેલા માળે આવેલી રાજકોટ બાર એસો.ની ઓફિસમાં મતદાન થશે. અને ત્યારબાદ મતગણતરી કરીને પરિણામો જાહેરા કરાશે.