ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસને ભારત સામેની ટેસ્ટ મેચમાં પોતાની ટીમના ખેલાડીઓને એક ઉપયોગી મંત્ર આપ્યો છે. વિલિયમસને કહ્યું કે, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ભારતીય સ્પીનર્સ સામે રમવા માટે અલગથી સ્ટાઈલ શોધવી પડશે. કાનપુરમાં તા.25 નવેમ્બરથી શરી થનારી પહેલી ટેસ્ટ મેચ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ તૈયાર છે. મેચને લઈને ન્યૂઝીલેન્ડ કેપ્ટન કેન વિલિયમસને કહ્યું છે કે, ભારતીય ટીમને પોતાના ગ્રાઉન્ડ પર ચેલેન્જ કરવા માટે અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલ સામે એક અલગ રીતથી રમવું પડશે.
આ ત્રણેય ખેલાડી બોલિંગ ટીમના મુખ્ય ખેલાડીઓ છે. આનાથી બચવું પડશે અથવા અલગ સ્ટાઈલથી રમવું પડશે. કેને કહ્યું કે, ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટે પણ ભારતીય સ્પીનર્સને ચેલેન્જ કરવા માટે બીજી સ્ટાઈલથી રમવું પડશે. મેચના એક દિવસ પહેલા પત્રકાર પરિષદમાં મેચ પહેલા દિવસે કેપ્ટન કેને કહ્યું કે, ન્યૂઝીલેન્ડ ટીમના સ્પીનર્સે પણ ભારતીય ક્રિકેટ ટીમ સામે બેસ્ટ પર્ફોમ કરવું પડશે. આ સમગ્ર સીરિઝમાં સ્પીનર્સ હરિફ ટીમ પર હાવી થઈ જાય એવી પૂરી આશા છે. આવું ભારતમાં રમાનારી દરેક સીરિઝમાં થાય એવી આશા છે. ઘણી ટીમ માટે સ્પિન બોલિંગ એક પડકાર સમાન છે. ભારતીય સ્પિન બોલિંગ સામે રન સ્કોર કરવો પડશે. અલગ અલગ સ્ટાઈલથી રમવું પડશે. નવી વ્યૂહરચના ઘડવી પડશે. ન્યૂઝીલેન્ડ તરફથી સ્પીન અટેકમાં એજાજ પટેલ, વિલ સમરવિલ અને મિશેલ સૈંટનર ટીમમાં છે. વિલિયમસને કહ્યું કે, કિવી ટીમમાંથી આ બોલિંગ વિંગમાં એજાજ પટેલ, વિલ સમરવિલ કોઈ મોટો રોલ પ્લે કરી શકે છે. જેનાથી સીરિઝમાં સારૂ પર્ફોમ થાય એવી પૂરી શક્યતાઓ છે.

વિલિયમસને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ, બેટ્સમેન કે.એલ.રાહુલ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, શમીની ગેરહાજરીમાં પણ ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ જ મજબુત છે. મોટો પડકાર ફેંકવા માટે એક સારી અને મોટી ટીમ છે. આ સીરિઝની પહેલી મેચમાં વિરાટ કોહલીને રેસ્ટ આપવામાં આવ્યો છે. જ્યારે કે.એલ.રાહુલ ઈજાગ્રસ્ત હોવાને કારણે ટીમમાં નથી. ભારતમાં ન્યૂઝીલેન્ડ ટીમના રેકોર્ડ સારા રહ્યા નથી. કોઈ ખાસ નથી. ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધીમાં માત્ર બે ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. એવામાં ટીમ ઈન્ડિયાની સામે ઊતરવા માટે કિવી ટીમે પોતાના બોલર પર પૂરતું ધ્યાન આપવું પડશે.