મોરબી જેતપર રોડ અને અણીયારી સુધીના માર્ગમાં રાત્રીના સમયે અનેકવાર લૂંટારૂ ટોળકી ત્રાટકતી હોય છે. અગાઉ અનેક વખત સામન્થીય મજુર અને કારખાનેદાર પર હુમલો થવાની ઘટના બનતી રહે છે જેના કારણે સામાન્ય લોકોમાં રાત્રીના સમયે ભયનો માહોલ જોવા મળે છે.
મોરબીમાં ગત રાત્રીના પણ એક લૂંટની બની હતી.મોરબીના પીપળી રોડ પર આવેલ સિરામિક ફેક્ટરી પરથી રાત્રીના સમયે એક સિરામિક કોન્ટ્રાક્ટરની કારમાં બે બુકાનીધારી શખ્સોએ લૂંટના ઈરાદે જીવલેણ હુમલો કર્યો હતો.ઘટનાની જાણ થતા આસપાસના બીજા ટ્રક ચાલકો આવી જતા બન્ને બુકાનીધારી શખ્સ મુઠીવાળી નાસી છૂટ્યા હતા.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કુબેરનગરમાં રહેતા અને સિરામિક એકમના કોન્ટ્રકટર ચંદ્રેશ વિજયભાઈ પીઠડીયા અને તેમના મિત્ર ગત રાત્રીના પીપળી રોડ પર તેના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈકમાં આવેલ બે બુકાનીધારી શખ્સે અચાનક કારમાં ધોકો માર્યો હતો અને કાર ઉભી કરવા જણાવ્યું હતું આ યુવક કાર ઉભી રાખે તે પહેલા અન્ય ટ્રક ચાલકો આવી જતા બીકના માર્યા બન્ને શખ્સ બાઈક લઈને ફરાર થઇ ગયા હતા.