હળવદ રેલ્વે સ્ટેશન પાસે 20 વર્ષના યુવક અને 18 વર્ષની યુવતીએ અગમ્ય કારણસર ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું.જેમાં 20 વર્ષના યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું જયારે યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયન મોત નીપજ્યું હતું.
હળવદ રેલ્વે સ્ટેશન નજીકથી ગુરુવારે બપોરના સમયે કચ્છના મુન્દ્રાથી આવતી એક માલગાડી નીચે એક યુવક અને યુવતીએ ઝંપલાવી દેતા ચકચાર મચી ગયો હતો. બનાવમાં 20 વર્ષના યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે યુવતીને ગંભીર ઈજા પહોચતા હળવદ હોસ્પિટલ સારવાર આર્થે ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું મોત નીપજ્યું હતું
પ્રાથમિક વિગત મુજબ મૃતદેહ પાસેથી આધારકાર્ડની નકલ મળી આવી હતી જે મુજબ તે ધાંગધ્રા ચૂલી ગામના વતની હોવાનું અને તેનું નામ વિશાલ દિનેશભાઈ પલાણી હોવાનું સામે આવ્યું છે. જયારે તેધાંગધ્રા ગોપાલ્યુગઢ ગામની નિકિતા ચંદુભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું.બનાવની જાણ થતા રેલ્વે પ્રોટેક્શન ફોર્સની ઘટના સ્થળે દોડી ગયા હતા અને આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક વિગત મુજબ બન્ને પ્રેમી હોવાની અને સમાજ એક નહી થવા દે તેવા ડરથી પગલું ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે