અમદાવાદ, ગુરુવાર
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મૃતકોના પરિવારને 50 હજારની સહાય આપવાની વાત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ લોકોએ આ સહાય માટે ફોર્મ ભર્યા છે.તંત્ર દ્વારા મોતનો આકડો 3357નો આપવામાં આવ્યો હતો. પરંતુ સહાય ફોર્મ માટે 3600 અરજી આવી છે. એટલેકે સરકારે આપેલા આકડાઓ કરતા વધું લોકોના મોત થયા છે.
સરકાર દ્વારા જે પણ લોકોને સહાય આપવામાં આવશે તેને લઈને અમુક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમા મૃતકનો કોરોના ટેસ્ટ હોવો જરૂરી છે. સાથેજ દર્દીનું મૃત્યું પણ 30 દિવસની અંદર થયું હોય તોજ તેને કોરોના ડેથ તરીકે માન્યતા આવામાં આવશે. આ સિવાય કોરોનાની સારવાર ચાલતી વખતે જેનું મોત થયું હશે તેને પણ કોરોના ડેથ તરીકે ગણવામાં આવશે. મ્યુનિસીપાલટી દ્વારા શહેરના 60 સિવિક સેન્ટર પર 250 લેખે 15 હજાર પરિશિષ્ટ-1 અરજી ફોર્મ મુકાયા હતા. જેનું વેચાણ પહેલાજ દિવસે થઈ ગયું છે. જોકે અરજીઓની વાત કરીએ તો કુલ 3600 અરજી તંત્રને મળી છે. જોકે તેની સામે તંત્ર દ્વારા 3357 મૃતકોના આંકડો આપવામાં આવ્યો હતો. જેથી આ મુદ્દે હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
(તસ્વીર પ્રતિકાત્મક છે)