મુંબઈ, ગુરુવાર
પોર્નોગ્રાફી કેસ બાદથી શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા મીડિયાની નજરથી બચવાનો પ્રયાસ કરે છે. જામીન મળ્યા બાદથી રાજ કુંદ્રા ભાગ્યે જ પબ્લિકમાં જોવા મળે છે. હાલમાં જ રાજ કુંદ્રા પત્ની સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ સમયે રાજ કુંદ્રાએ માસ્ક ને હૂડીથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો.
થોડાં સમય પહેલાં જ શિલ્પા તથા રાજ હિમાચલ પ્રદેશ ગયા હતા. ત્યારબાદ હવે બંને ફરી ક્યાંક ટ્રાવેલ કરતાં જોવા મળ્યા છે. બંને તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રાજ કુંદ્રા બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. કાળા ચશ્મા, હુડી તથા માસ્ક સાથે રાજે પોતાનો પૂરો ચહેરો છુપાવીને રાખ્યો હતો. રાજ–શિલ્પા મુંબઈ એરપોર્ટ પર હોય તે વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં રાજ કુંદ્રા ફોટોગ્રાફર્સને અવગણીને સીધો એરપોર્ટની અંદર જતો રહે છે.થોડાં સમય પહેલાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ હિમાચલમાં આવેલા જ્વાલા દેવી તથા માતા ચામુંડા દેવી મંદિરનાં દર્શન કર્યાં હતાં. શત્રુનાશિની માતા બગલામુખી મંદિર બનખંડીમાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. બંનેએ અહીંયા રાત્રે હોમ-હવન કરાવ્યો હતો. આ દરમિયાન શિલ્પા ભક્તિમાં લીન જોવા મળી હતી. તેણે ભગવાન સામે શિશ ઝૂકાવીને પરિવારની સુખ-શાંતિ માટે દુઆ માગી હતી.