Sunday, January 18, 2026
HomeGujaratરાજ્ય સરકારની કેન્દ્ર સમક્ષ સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા ઝડપથી...

રાજ્ય સરકારની કેન્દ્ર સમક્ષ સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા ઝડપથી શરૂ કરવા માગણી 

અમદાવાદ, ગુરુવાર

  રાજ્ય સરકારે કુલ છ સ્થળોએ સી-પ્લેન સેવા શરૂ કરવા તેમજ ગુજરાતને બે સી-પ્લેન આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરવામાં આવી છે. સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની સી-પ્લેન સેવા ઝડપથી શરૂ થાય તે માટે સી-પ્લેનની માગણી કરવામાં આવી છે.રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ગુજરાતમાં અમદાવાદ રીવરફ્રન્ટ, કેવડિયા, પાલિતાણા પાસે શેત્રુંજી ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઇ ડેમ અને સુરતના ઉકાઇ ડેમ જેવા સ્થળો સી-પ્લેન સુવિધા માટે નિયત કરવામાં આવ્યા છે. રાજ્યમાં સૌ પ્રથમ સી-પ્લેન સુવિધા અમદાવાર રીવરફ્રન્ટ પરથી શરૂ કરવામાં આવી હતી પરંતુ સી-પ્લેન મરામત માટે ગયું હોવાથી અત્યારે ગુજરાતમાં સી-પ્લેન નથી તેથી ગુજરાત સરકારે બે સી-પ્લેનની માગણી કેન્દ્ર સમક્ષ કરી છે.સાબરમતી રીવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર અને સાંજ માટેની બે ફ્લાઇટ સુવિધા શરૂ કરવા કેન્દ્રની પરવાનગી માગવામાં આવી છે.

  ઉતર ગુજરાતના નાગરિકોને અન્ય શહેરો સાથે ઉડ્ડયન સેવાઓનો લાભ મળે તે હેતુસર ડીસા એર સ્ટ્રીપ ઝડપથી શરૂ થાય તે હેતુસર જમીન સોપણી માટે કેન્દ્રને દરખાસ્ત કરવામાં આવી છે. એવી જ હીતે ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત શાકભાજી અને ફળોની નિકાસ સુવિધાઓ પુરી પાડવા નવા કોલ્ડ સ્ટોરેજ નિર્માણ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવીએશન પાર્કના જોડાણ માટે ટેક્ષી-લિન્ક સાથે કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગના સુવિધાના પ્રશ્નો સત્વરે હલ કરવા કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવી છે.રાજ્યની તત્કાલીન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિયેશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માગણી કરી હતી, પરંતુ સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિયેશનમંત્રી પૂર્ણેશ મોદીનું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય એ માટે પ્રયાસ કરશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગયા વર્ષે એવું નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્ન્ટ, કેવડિયા, ધરોઇ ડેમ અને તાપીમાં વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. સી-પ્લેન લેન્ડ થઇ શકે એ માટે પાણીમાં 800થી 900 મીટર જેટલી જગ્યાની જરૂર પડે છે.રાજ્યના પ્રવાસન વિભાગ અને સિવિલ એવિએશન વિભાગ એકબીજા સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે, જે અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના મતે, આ તમામ પ્રક્રિયા માટે એરપોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવાઈ છે. (ફાઇલ ફોટો)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,210SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page