Sunday, March 23, 2025
HomeGujaratNorth Gujaratએરપોર્ટ સુરક્ષાની સુવિધામાં વધારો : 3 મેટલ ડિટેક્ટર, 1 X-Ray બેગેજ મશિન...

એરપોર્ટ સુરક્ષાની સુવિધામાં વધારો : 3 મેટલ ડિટેક્ટર, 1 X-Ray બેગેજ મશિન ઉમેરાયા

અમદાવાદ, ગુરુવાર

  કોરોના બાદ પરિસ્થિતિ સામાન્ય બનતા અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ધસારો વધી રહ્યો છે.સાથે ફ્લાઈટની મુમેન્ટ પણ વધી રહી છે.અમદાવાદ એરપોર્ટ પર મેટલ ડિટેક્ટર સાથેના 11 ગેટ હતા.અને કુલ 6 એક્સરે બેગેજ મશીન રાખવામાં આવ્યા હતા.પરંતુ જેમ જેમ પ્રવાસીઓનો ધસારો વધ જતો તેમ પ્રવાસીઓ બેગેજ ચેક કરવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું હતું ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા વધુ ત્રણ મેટલ ડિટેક્ટર મશીન મુકવામાં આવ્યા છ.અને વધુ એક એક્સરે.મશીન મુકવામાં આવ્યું છે.

  અમદાવાદ એરપોર્ટ પર વધુ 3 મેટલ ડિટેક્ટર મશીન લગાવવામાં આવ્યા છે. સિક્યોરીટી હોલ્ડ એરિયામાં લગાવવામાં આવ્યા છે.અમદાવાદ એરપોર્ટ પર કુલ 14 મેટલ ડિટેક્ટર રાખવામાં આવ્યા છે.જેના કારણે પ્રવાસીઓ નો ધસારો વધે તો પણ પ્રવાસીઓની સુરક્ષા માટે સરળતા થી ચેકીંગ થઈ શકે.એરપોર્ટ પર એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા વધુ ત્રણ મેટલ ડિટેક્ટર મશીન સાથે વધુ એક એક્સરે બેગેજ મશીન લગાવવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટ પર કુલ 7 એક્સરે બેગેજ મશીન રાખવામાં આવ્યા છે.જેના કારણે પ્રવાસીઓ એક જ જગ્યાએ વધુ સમય લાઈનમાં ઉભા રહેવું નહિ પડે. (ફાઇલ ફોટો)

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW