તા. 5 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી માગશર મહિનો રહેશે. આ મહિને કરવામાં આવતા સ્નાન-દાન, વ્રત અને પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે. માગશર મહિનામાં નદીઓનું ખાસ મહત્ત્વ છે. તેથી આ મહિનામાં નદીમાં ડૂબકી મારવામાં આવે છે.
ધર્મગ્રંથોના જાણકારો પ્રમાણે માગશર મહિનો શ્રીકૃષ્ણને પ્રિય મનાય છે. આ મહિને યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ. જેથી દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે. આ મહિનાના સુદ પક્ષના છેલ્લાં દિવસે એટલે પૂનમના દિવસે ચંદ્ર મૃગશિરા નક્ષત્રમાં હોય છે. એટલે તેને માર્ગશીર્ષ કહેવામાં આવે છે. બીજા મહિનાની જેમ આ પણ ખૂબ પવિત્ર મહિનો છે.
શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બોળ ગોપાલની વિશેષ પૂજા રોજ કરો. પૂજામાં રોજ સવારે ભગવાનને સ્નાન કરાવો. દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. તુલસી સાથે ભોગ ધરાવો. પીળા વસ્ત્ર અર્પણ કરો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. શ્રીકૃષ્ણના જન્મ સ્થળ મથુરાની યાત્રા કરવાની પરંપરા પણ છે. જેનાથી કૃષ્ણ ની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. જેના કારણે લક્ષ્મી પૂજામાં શંખને પણ વિશેષ રાખવામાં આવે છે. લક્ષ્મીજી સાથે જ શંખની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. માન્યતા છે કે, સમુદ્ર મંથનથી શંખ પણ પ્રકટ થયો હતો. ભગવાને કહ્યું કે, મારશર મહિનામાં યમુના સ્નાન કરવાથી મને પ્રાપ્ત કરી શકાય છે. ત્યારથી જ આ મહિનામાં યમુના અને અન્ય નદીઓમાં સ્નાન કરવાની પરંપરા ચાલી રહી છે. આમ કૃષ્ણ ની કૃપા માટે શંખ પૂજન કરી શકાય.