Wednesday, December 11, 2024
HomeGujaratCentral Gujaratમીઠાના પાટાના તળીયા બાંધવા બાઈક પર રોલર બનાવ્યું,સમથળ કરવા શ્રમ બચશે

મીઠાના પાટાના તળીયા બાંધવા બાઈક પર રોલર બનાવ્યું,સમથળ કરવા શ્રમ બચશે

Advertisement

ઘણી વખત વ્યક્તિની કોઠાસુઝ એને એક એવી શોધ તરફ લઈ જાય છે જેની કોઈએ ક્યારેય કલ્પના ન કરી હોય. આનાથી કામ તો આસાન થાય છે પણ અન્ય લોકોને એક અનોખી શોધનો લાભ મળે છે. અમુલ્ય એવા માનવશ્રમ બચે છે. સમયની બચત થાય છે. વેરાન રણમાં મીઠું પકવતા એક અભણ અગરિયાએ આગવી કોઠાસૂઝથી મોટરસાયકલ પર રોલર બનાવ્યું છે. રણમાં મીઠું પકવતા અંદાજે 2000 અગરિયા પરિવારો માટે આ શોધથી એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. એમ કહેવામાં કંઈ ખોટું નથી.

રણમાં કાળી મજૂરી થકી સફેદ મીઠું પકવતા અગરિયા મીઠાને પકવવા માટે પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવાની જરૂર પડે છે. આમાં ભરપૂર માનવશ્રમ જાય છે. આ કામ પહેલા મેન્યુઅલી કરવામાં આવતું. જેને પડાલી કહેવામાં આવે છે. સમય અને શક્તિનો વેડફાટ થતો. પણ રણમાં એક અગરિયાએ પોતાની આગવી કોઠાસુઝથી મોટરસાયકલ પર રોલર તૈયાર કર્યું છે. જેનો ઉપયોગ મીઠાના પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવા થાય છે. એનાથી સમય બચવાની આશા જાગી હતી.

રોલર બન્યુ પહેલા આ રીતે થતું કામ

અંદાજે 2000 અગરિયા પરિવારો રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષના આઠ મહિના પોતાના ભુલકાઓ સહિતના પરિવારજનો સાથે કંતાનના ઝુપડામાં પડાવ નાખે છે. હાડ થિજાવતી શિયાળાની 5 ડિગ્રી ઠંડી, ઉનાળામાં 50 ડિગ્રી તાપમાન આવી વિકટ સ્થિતિમાં અગરિયા સમુદાયનો સૌથી વધુ સમય પાટાના તળીયા બાંધવા અને જમીન સરખી કરવામાં જતો હોય છે.
રણમાં મીઠું પકવવા જાય ત્યારે જમીન સૂકાઇને આખા રણમાં તીરાડો પડી ગયેલી હોય છે. જેના કારણે અગરિયાઓને સૌપ્રથમ કૂવો ખોદીને પાણી કાઢીને જમીન ભીની કરવી પડે છે. ઘરના જેટલા સભ્યો હોય તે બધા આ પાટાની ભીની જમીન પર અવર-જવર કરીને પગલી થાપે છે. જેથી જમીનમાં રહેલી તિરાડો સમથળ થઈ જાય છે. બાદમાં તળીયું રોડ જેવું બની જાય છે. પછી તેમાં મીઠું પકવવાની શરૂઆત કરવામાં આવે છે. પરંતુ આ બધી પ્રક્રિયામાં અગરીયાનો સમય અને શક્તિ ખુબ વપરાઇ જાય છે.

અગરિયા બાબુભાઇ વીંધાણીએ એક અનોખુ રોલર તૈયાર કર્યુ હતુ. જે બાઈકથી ચાલે છે. હકીકતમાં બાઈક પર કરેલું આ એક અનોખું મોડિફિકેશન છે. મોટરસાયકલના આગળ-પાછળના બંને ટાયર કઢી નાંખી ત્યાં પથ્થરના રોલર ફીટ કરી દીધા હતા. પાછળની બંને બાજુ બેરીંગ, ચક્કર અને ચેઇન ફીટ કરાવી 15 દિવસની આકરી મહેનત બાદ એક અનોખુ રોલર તૈયાર કર્યું. બાબુભાઈએ કહે છે કે, અઠવાડિયા સુધી પરિવારના 3-4 સભ્યો દ્વારા કરવામાં આવતું કામ હલે આ રોલર વડે એક વ્યક્તિથી કલાકોમાં કરી દે છે. મારું પડાલીનું કામ પૂરુ થયા બાદ આજુબાજુના મીઠું પકવતા અગરિયાઓ મારી આ મોટરસાયકલ લઇ જઇ પડાલીનું કામ કરે છે. એકલા માણસ માટે હવે રણમાં મીઠાના પાટામાં તળીયા બાંધવાનું કામ ખુબ સરળ થઇ ગયું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,094FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW