બજારના અંતિમ કારોબારી સત્રમાં આજે આખા દિવસના વધારે ગુમાવી દીધો હતો. આખો દિવસ ગ્રીનઝોનમાં રહેલા બજાર છેલ્લે લાલ નિશાનમાં બંધ થયું હતું. સેંસેક્સ આજે 323.34 પોઈન્ટ એટલે કે 0.55 ટકાના ઘટાડા સાથે આજે 58,340.99ના સ્તર ઉપર બંધ થયો છે. તો નિફ્ટી 88.30 પોઈન્ટ ઘટીને 17, 415.05ના સ્તર ઉપર બંધ થઈ છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
આજે મીડિયા અને બેંક નિફ્ટીને છોડીને તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. આઈટી, ઓટો અને એફએમસીજીને સૌથી વધારે માર પડ્યો છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.62 ટકા તુટ્યો છે. તો એફએમસીજી ઈન્ડેક્સ 1.25 ટકા ઘટીને બંધ થયો છે. તો આઈટી ઈન્ડેક્સમાં 1.80 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
નિફ્ટીમાં આજે ઘટાડાની વચ્ચે બેંક નિફ્ટીએ પોતાનો ગ્રીનઝોન બચાવીને રાખ્યો હતો. બેંક નિફ્ટી 169.15 આંકના વધારા સાથે 37, 441.95 ઉપર બંધ થયો છે. જો કે બેન્કીંગ શેરોમાં આજે બજારને નજીવો સપોર્ટ મળ્યો અને બેન્ક નિફ્ટીમાં 0.23 ટકાના વધારાની સાથે 37,357ની આસપાસ બંધ થયો છે. જો કે, બ્રોડર માર્કેટની ચાલ આજે મિશ્ર રહી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.57 ટકાના ઘટાડાની સાથે બંધ થયો છે. તો સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.44 ટકાનો વધારો જોવા મળ્યો છે.
પેટીએમના શેરોમાં બુધવારે સતત બીજા દિવસે તેજી જોવા મળી છે. નબળુ લિસ્ટિંગ બાદ પહેલાના બે કારોબારી સત્રમાં પેટીએમના શેરોમાં મોટા પ્રમાણમાં વેચાવેલી થઈ હતી અને તેની એક તૃતિયાંશ વેલ્યુ હાવી થઈ ગઈ હતી. જો કે બુધવારે 24 નવેમ્બરના રોજ પેટીએમના શેરોમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બપોરે 1.23 મીનીટે પેટીએમના શેર 17.09 ટકાથી ઉપર 1750 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યાં હતાં. આ તેજીથી કંપનીના શેર પોતાના 2150 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝની ખુબ જ નજીક પહોંચી ગયો છે. જો કે હજું પણ તે ઓફર પ્રાઈઝથી 20 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો રોકાણકારોની આશાને અનુરૂપ વોડાફોડ આઈડિયાએ 25 નવેમ્બરના રોજ પ્રભાવિ તારીખથી પોતાના ટૈરિફ પ્લાન્સમાં 22 ટકાનો વધારો કર્યો છે. હવે 79 રૂપિયામાં મળનારો 28 દિવસની વેલેડિટીવાળો બેઝીક પ્લાનના ગુરૂવારથી 99 રૂપિયાનો પડશે.