દેવાદિવાળી બાદ સૌરાષ્ટ્રમાં લગ્નસરાની સીઝન ખુલ્લી છે. લગ્નસરા સહિતના પ્રસંગોમાં રાજ્ય સરકાર દ્વારા 400 લોકોની મર્યાદાની જાહેરાત બાદ લગ્ન ધૂમધામથી કરવા માટે પ્રેરાયા છે ત્યારે હવે ફાઇવ સ્ટાર લગ્નો ઉપર 18 ટકા જીએસટી લાગતા ફાઇવસ્ટાર લગ્નો મોંઘા બન્યા છે તો બીજી તરફ બ્યુટી પાર્લર, કંકોત્રી, મંડપ ડેકોરેશન ઉપર પણ 18 ટકા જીએસટી લાગતા મોંઘુ બન્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
લગ્ન પ્રસંગના મુખ્ય ખર્ચમાં કપડાં-ફૂટવેર, જ્વેલરી, મેરેજ હોલ, મંડપ, ડેકોરેશન, વીડિયોગ્રાફી, બેંડવાજા, બ્યૂટી પાર્લર, કેટરિંગ, કંકોત્રી હોય છે અને આ તમામ પર જીએસટી લાગે છે. વિવિધ સર્વિસ પ્રોવાઈડર જે સેવાના ચાર્જ વસૂલે છે તેમાં જીએસટીનો સમાવેશ થઈ જ જતો હોય છે. જો લગ્નમાં પાર્ટીપ્લોટ માટે અંદાજે રૂ. 1.50 લાખ ખર્ચ થાય તો તેની ઉપર 27 હજાર જીએસટી લાગે છે. રૂ. 50 હજારના મંડપ અને ડેકોરેશનના ખર્ચ પર 9 હજાર જ્યારે જ્યારે કેટરિંગનું બિલ 1.50 લાખ હોય તો અંદાજે 27 હજાર જીએસટી લાગે છે. આવી રીતે જ્વેલરીની રૂ. 1.5થી 2 લાખની ખરીદી કરવામાં આવે તો રૂ. 3થી 4 હજાર જીએસટી ભરવો પડે છે.
બેન્કવેટ કે પાર્ટી પ્લોટ માટે સામાન્ય રીતે 5 લાખ સુધી ખર્ચ થતો હોય છે અને તેના પર 18 ટકા જીએસટી લાગે છે. લગ્નમાં કેટરિંગ સેવાને કોર્પોરેટ ઈવેન્ટ ગણવામાં આવે છે અને 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હોય છે. એ જ રીતે ડેકોરેશન, બ્યુટી પાર્લર, ટેક્સી સર્વિસ સહિતની સેવાઓ પર પણ 18 ટકા લેખે જીએસટી ભરવો પડે છે.
કપડા 5થી12 ટકા, ગોલ્ડ જ્વેલરી 3 ટકા, લગ્ન ગાર્ડન 18 ટકા, મંડપ 18 ટકા, લાઇટિંગ 18 ટકા, ડેકોરેશન 18 ટકા, બેંડવાજા 18 ટકા, ફોટો-વીડિયો 18 ટકા, કંકોત્રી 18 ટકા, બ્યૂટી પાર્લર 18 ટકા, કેટરિંગ 18 ટકા, ટેક્સી સર્વિસ 5 ટકા જીએસટી લાગશે.