કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા લાવી હતી જેનો પંજાબ,હરિયાણા ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યમાં તેનો મોટા પાયે વિરોધ થયો હતો.જેમાં 600થી વધુ ખેડુત શહીદ થયા હતા. તેમ છતાં ખેડૂતોએ પોતાની લડત ચાલુ રાખી હતી.ખેડૂતોના જુસ્સા સામે અંતે સરકાર ઝુકી હતી અને તાજેતરમાં પીએમ મોદી દ્વારા ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી આ જાહેરાત સાથે એક તરફ ખેડૂતોમાં ખુશીની લ્હેર છવાઈ ગઈ હતી, તો બીજી તરફ વિપક્ષને પણ જાણે એક ઉજવણીનો મુદ્દો મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસે સરકારના નિર્ણયને ઉજવણી કરવાનો નક્કી કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મોરબીમાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલયથી સરદારબાગ સુધી આજે વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોગ્રેસી કાર્યકરોએ સરકારની તાનાશાહી સામે ખેડૂતોનો વિજય થયો હોવાનું જણાવી ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી કર્ણદેવસિંહ જાડેજા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે પટેલ,શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુ કાવર,તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુમ્બીયા સહિતના આગેવાનો અને જિલ્લાના કાર્યકરો જોડાયા હતા.