HomeGujaratમેઘપરમાં બાળકી ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુન્હો દાખલ

મેઘપરમાં બાળકી ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુન્હો દાખલ

માળિયાના મેઘપર ગામેથી કોથડામ બાંધેલી હાલતમાં મળી નવજાત બાળકી

માવતર બન્યા કમાવતર એક દિવસની નવજાતને છોડી દેતા ફિટકાર

અમદાવાદ, રાજકોટ બાદ હવે મોરબી પાસે આવેલા માળીયા ગામના એક ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી હતી . ગામની આંગળવાડીના પાછળના ભાગે આવેલ રસ્તા પરથી કોથળામાં બાંધેલ હાલતમાં મળી આવ્યું હતું આ ગામના સરપંચ વિજયભાઈ સવાભાઇ મિયાત્રાને જાણ થતા તુરત માળિયા સીએચસી ખાતે સારવાર અર્થે મોકલી હતી ઘટનાની જાણ થતા માળિયા પોલીસના પીએસઆઈ ચુડાસમા અને સ્ટાફ હોસ્પિટલ દોડી જઈ તપાસ હાથ ધરી હતી. બિનવારસુ હાલતમાંથી નવજાત શિશુ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અને બાળકીના માતા પિતાને શોધવા પોલીસ ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગે 108ની ટીમને કોલ જતા મોરબી 108ના જિલ્લા ઓફિસર નિખિલ બાકરેના માર્ગદર્શનમાં મહેન્દ્રનગર લોકેશનના 108ની ટીમના પાઈલોટ હનીફ દ્લવાણી,ઇએમટી દીપિકા પરમાર, માળીયા સીએચસી દોડી ગયા હતા અને મહિલા કોન્સ્ટેબલ જનકબેન અને મહિલા સામજિક કાર્યકરને સાથે રાખી બાળકીનો ક્બ્જોએ મેળવી સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.બાળકી સ્વસ્થ હોવાનું ફરજ પરના તબીબો એ જણાવ્યું હતું.

આ પ્રકરણમાં માળિયા મિયાણા પોલીસે અજાણી સ્ત્રી સામે આઈપીસી સામે આઈપીસી 317 સામે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાળકીને ત્યજી દેનાર વાલીની શોધખોળ હાથ ધરી છે

અમદાવાદ અને રાજકોટમાંથી નવજાત શિશુની ઘટના સામે આવી છે. પણ મોરબી પંથકમાં આ પહેલી ઘટના હોવાનું મનાય રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW