Thursday, December 12, 2024
HomeGujaratલગ્નમાં જતા પરિવારની કારનું ટાયર ફાટતા એસટી સાથે અથડાઈ 5ના મોત

લગ્નમાં જતા પરિવારની કારનું ટાયર ફાટતા એસટી સાથે અથડાઈ 5ના મોત

Advertisement

અકસ્માત ઝોન સમાંરાજકોટ-સોમનાથ નેશનલ હાઇવે પર અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે જેમાં અનેક લોકોને જીવ ગુમાવવા પડ્યા છે મંગળવારે પણ આવી જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે ઘટી હતી. જેમાં રાજકોટ તરફથી આવતી કારનું ટાયર અચાનક ફાટયું હતું જેના કારણે GJ-05-CQ-4239 કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને બેકાબુ બનેલી કાર ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી GJ-18-Z-4178 એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સવાર અશ્વિનભાઇ ગોવિંદભાઈ ગઢીયા તેમના પત્ની સોનલબેન અશ્વિનભાઈ ગઢીયા, ધર્મિલભાઇ અશ્વિનભાઇ ગઢીયા,શારદાબેન ગોવિંદભાઇ ગઢીયા તેમજ એક અન્ય અજાણી વ્યક્તિ સહીત ૫ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી મોત નીપજ્યાં છે, જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના બનાવને લઈને 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે તેમજ 108 મારફત ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે.

સુરતનો ગઢીયા પરિવાર બગસરાના મુંજીયાસર ગામે લગ્નપ્રસંગમાં જતો હતો. ત્યારે બિલાયાળા અને ભોજપરા વચ્ચે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં કારમાં સવાર એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા હતા. જ્યારે એક 7 વર્ષની દીકરી અને 11 વર્ષના એક દીકરાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ નંબરની એસટી બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. બસનો આગળનો કાચ તૂટી ગયો છે તેમજ આગળનો ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારના નંબર છે. ચાલુ કારે ટાયર ફાટતા જ ધડાકાભેર એસટી બસ સાથે અથડાઈ હતી

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW