મોરબીના લખધીરપુર ગામમાં એક લગ્નમાં કાળજું કંપાવનારી ઘટના બની હતી.અને લગ્નનો સમગ્ર આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર ગામમાં નવવધૂની બહેનને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના લખધીરપુર ગામમાં રહેતા પરમાર પરિવારમાં લગ્ન પ્રસંગ હતા. અમે લગ્ન મંડપમાં એક તરફ લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા તે દરમિયાન નવવધૂની નાની બહેન હેતલબેન જગદીશભાઈ પરમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેભાન બની ગઈ હતી જે બાદ યુવતીને ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું મોત નીપજતા લગ્ન પ્રસંગમાં મરેશિયા ગવાયા હતા. પ્રાથમિક તપાસમાં હેતલબેનને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે.
હેતલબેનના માતા કોરોનામાં અવસાન થયું હતું અને હવે મોટી બહેનના લગ્ન થતા આઘાતમાં લગ્ન દરમિયાન નાની દીકરીનું પણ અવસાન થતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થીતી સર્જાઈ હતી.