ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 3-0થી પરાસ્ત કરી દીધું છે. જેના કારણે રોહિત શર્માની કેપ્ટનશીપની વાહ વાહ થઈ રહી છે. કોલકાતામાં રમાયેલી અંતિમ મેચમાં ક્લિન સ્વીપ થતા ન્યૂઝીલેન્ડ ટીમ 73 રનથી ભારતને એક મોટી જીત મળી હતી. આ ઉપરાંત સીરિઝ પર નામ અંકિત કર્યું હતું. રવિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા જ બેટિંગ કરીને લક્ષ્યાંક આપી દીધો હતો. આ મેચમાં રોહિત શર્માએ શાનદાર હાફસેન્ચુરી ફટકારી હતી.
હાફસેન્ચુરી થઈ જતા રોહિત શર્મા ખૂબ ફોર્મમાં હોવાનું જોવા મળ્યું હતું. પણ તે જે રીતે આઉટ થયો એ જોઈને થોડા સમય માટે ફેન્સ પણ ચોંકી ગયા હતા. ટીમ ઈન્ડિયાના દાવમાં 12મી ઓવરમાં જ્યારે ન્યૂઝીલેન્ડના ઈશ સોઢીએ બોલિંગ કરી ત્યારે એની ઓવરના બીજા બોલમાં રોહિતે આગળ વધીને સિક્સર મારવા માટે પ્રયાસ કર્યો હતો. પણ બોલ ફાસ્ટ હતો અને સીધો ઈશ સોઢીના હાથમાં ચિપકી ગયો હોય એમ તેણે કેચ કર્યો. જ્યારે બોલ સામે આવી રહ્યો હતો ત્યારે એમ્પાયર પણ ત્યાંથી ખસી જવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પણ જે રીતે ઈશ સોઢીએ કેચ પકડ્યો એ જોઈને દર્શકો અને ફેન્સ સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા. ઈશ સોઢીએ આ શાનદાર કેચ કરીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. બોલ જાણે સોઢીના હાથમાં ચિપકી ગયો હોય એ રીતે ચિત્ર જોવા મળ્યું હતું. આ ઓવરનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ રીતે આઉટ થતા જોઈને રોહિત શર્મા પણ થોડા સમય માટે ચોંકી ગયો હતો. જોકે, રોહિતે ખરેખર શાનદાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત કેપ્ટનશીપ તરીકે પણ સારૂ એવું પર્ફોમન્સ દેખાડ્યું છે. ઈશાન કિશન સાથે ઓપનિંગ કરીને રોહિત શર્માએ કુલ 56 રન કર્યા હતા. રોહિત શર્માએ પોતાની ઈનિંગમાં 3 સિક્સર અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા.
What a reflex catch that was by @ish sodhi#IndianCricketTeam #newzealandcricket#INDVsNZ pic.twitter.com/p51awFb6ZX
— Kashish (@Kashish_kk_) November 21, 2021
ન્યૂઝીલેન્ડ સામેની આખી સીરિઝમાં રોહિત શર્મા જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. કોલકાતામાં તેણે 56 રન બનાવ્યા હતા. આ પહેલા રાંચીમાં 55 રન કર્યા હતા. જ્યારે જયપુરમાં રમાયેલી પહેલી મેચમાં 48 રન કર્યા હતા. કેપ્ટનશીપ પર આવ્યા બાદ રોહિત શર્માની આ પહેલી મોટી જીત છે. ત્રણેય મેચમાં ટોસ જીતીને તેણે સારો એવો નિર્ણય લીધો હતો. આ સાથે ટીમને પણ જીતાડી હતી. ભારતીય ક્રિકેટ ટીમ આ સીરિઝ જીતી ચૂકી છે. હવે ટેસ્ટ મેચમાં જોવાનું છે.