Thursday, December 12, 2024
HomeGujaratSaurashtra Kutchhમોરબીમાં રૂપિયાની લેતી દેતી મુદે યુવકને છરીના ઘા ઝીકી પતાવી દીધો

મોરબીમાં રૂપિયાની લેતી દેતી મુદે યુવકને છરીના ઘા ઝીકી પતાવી દીધો

Advertisement

મોરબીના રામદેવનગરમાં રહેતો પ્રદીપ વિનોદભાઈ મકવાણા નામનો યુવક પાસે કોઈ કામ ધંધોન હોવાથી તેની પાસે રૂપિયા ન હતા તેમ છતાં માળીયા વનાળિયાં વિસ્તારમાં રહેતો કેવલદાસ નટવરદાસ રાબળિયા નામનો શખ્સ તેની પાસેથી ખિસ્સા ખર્ચ માટે રૂપિયાની માંગણી કરતો હોવાથી પ્રદીપે તેના ભાઈ સંદીપને સમગ્ર હકીકતની જાણ કરી હતી.સાંજના સમયે પ્રદીપને કેવલ સાથે ઝઘડો થયો હતો.

જેથી ઉશ્કેરાયેલા કેવલે છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં પ્રથમ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે તબિયત લથડી જતા વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે. મૃતક પ્રદીપના ભાઈ સંદીપ વિનોદભાઈ મકવાણાની ફરિયાદ આધારે આરોપી કેવલ વિરુદ્ધ 302,504 અને જીપીએ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,116FollowersFollow
2,480SubscribersSubscribe

TRENDING NOW