રાજ્ય ચુંટણી આયોગ દ્વારા આજથી ગુજરાતની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ ચુકી રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા આજે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી છે જે મુજબ અગામી 19 મી ના રોજ 10,879 ગામમાં મતદાન પ્રકિયા યોજાશે.20મી મી ના રોજ જરૂર પડ્યે ફેર મતદાન અને 21મી ના રોજ મત ગણતરી યોજાશે.
રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થતા હવે ત્યાં મતદાનની જરૂરિયાત ઉદ્ભવી છે જેથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ ગ્રામ પંચાયતમાં મતદાન સુચારુ રૂપે યોજાઈ તે માટે આયોજન કરવામાં આવ્યું છે.રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા મુજબ આગામી 29મી નવેમ્બરથી જાહેરનામું પ્રસિદ્ધ કરાશે તો તા.4 ડીસેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી શરુ થશે તા. 6 ડીસેમ્બર ના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે.તા. 7 ડીસેમ્બર ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે.તા 19 મીએ સવારે 8થી 6 દરમિયાન મતદાન હાથ ધરવામાં આવશે. આ સિવાય જો કોઈ કારણસર ફેર મતદાનની જરૂર પડશે તો તા.20મી ના રોજ ફેર મતદાન કરવામાં આવશે આ સિવાય 21 મી ના રોજ પરિણામ જાહેર થશે તો 26 મી ના રોજ ચૂંટણી પૂર્ણ થતા વિધિવત આચારસંહિતા પૂર્ણ થશે.
આચારસંહિતા લાગુ નવા વિકાસ કામોને બ્રેક
ચુંટણી કમિશ્રર દ્વારા આજે જાહેરાત કરતાની સાથે જે પણ ગ્રામ પંચાયતમાં આજથી આચારસંહિતા લાગુ થઇ ચુકી છે. જેથી ગ્રામ પંચાયત વિસ્તારમાં નવા વિકાસ કામ શરુ કરી શકાશે નહી જે કામના ખાત મૃહુત થઇ ગયા છે તે કામગીરી ચાલુ રહેશે આ સિવાય વિવિધ બોર્ડ અને નીગમમાં નવા હોદેદારોની નિમણુક અટકશે તેમજ અધીકારીઓની બદલી પણ રોકાઈ જશે.
ઇવીએમના બદલે બેલેટ પેપરથી થશે મતદાન
રાજ્યમાં લોકસભા ,વિધાનસભા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલીકા અને મહાનગરપાલિકાઓમાં મતદાન ઈવીએમથી યોજાયું હતું જોકે ગ્રામ પંચાયત ચુંટણીમાં રાજ્ય ચૂંટણી આયોગે ઈવીએમ સંખ્યા પુરતી ન હોવાનું જણાવી બેલેટ પેપરથી મતદાન કરવાની જાહેરાત કરી છે.