પાડોસી રાજ્ય રાજસ્થામાં કોઈ મોટી રાજકીય ઊથલપાથલના થઈ હોવાના વાવડ મળ્યા છે. રાજસ્થાન રાજ્યની 11 કેબિનેટ અને ચાર નવા રાજ્યમંત્રી શપથ લેશે. રાજસ્થાનના રાજભવનમાં 4 વાગ્યે રાજભવનમાં શપથ ગ્રહણવિધિ યોજાશે. આ પહેલા ગેહલોત કેબિનેટના તમામ મંત્રીઓએ એકસાથે રાજીનામા આપી દીધા હતા. જેમાંથી રઘુ શર્મા, હરીશ ચૌધરી, ગોવિંદ સિંહ ડોટાસરાના રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા છે. જ્યારે પાયલટ છાવણીમાંથઈ ચાર વ્યક્તિઓ મંત્રી બનશે. જ્યારે બે રાજ્ય મંત્રીને કેબિનેટમાં સ્થાન અપાશે.
બપોરના સમયે પક્ષ તરફથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાન રાજ્યમાં કોંગ્રેસ સરકાર શાસન પર છે. આ પરિવર્તનથી ગેહલોત સરકારની નવી ટીમ તૈયાર થશે. પક્ષની આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ રાજસ્થાનના પ્રભારી અજય માકને તથા મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલે કેટલીક ચર્ચાઓ મંત્રીઓ સાથે કરી છે. રાજસ્થાન રાજ્યના રાજ્યપાલ કલરાજ મિશ્ર રાજસ્થાનના પાટનગર જયપુરમાં પહોંચી ગયા છે. મંત્રીમંડળના વિસ્તરણમાં ચાર દલિત નેતાઓને જગ્યા આપવામાં આવી છે. એવું સચીન પાયલટે જણાવ્યું છે. 11 કેબિનેટ મંત્રીઓમાં હેમારામ ચૌધરી, મહેન્દ્રીતસિંહ માલવીયા, રામલાલ જાટ, મહેશ જોશી, વિશ્વેન્દ્રસિંહ, રમેશ મીણા, મમતા ભૂપેશ, ભજનલાલ જાટવ, ગોવિંદ મેઘવાલ, ટીકારામ જુલી, શકુંતલા રાવતનો સમાવેશ થાય છે.

જ્યારે ચાર રાજ્યમંત્રીમાં જાહિદા, બ્રિજેન્દ્ર ઓલા, રાજેન્દ્ર ગુઢા અને મુરારીલાલ મીણાનો સમાવેશ થાય છે. શુક્રવારે આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા, મહેસૂલ મંત્રી હરીશ ચૌધરી અને શિક્ષણ રાજયમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પોત-પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. પ્રભારીએ સ્પષ્ટતા કરી હતી કે, આ ત્રણેય મંત્રીઓ સંગઠનના કામ કરવા ઈચ્છે છે. જેના કારણે આ નિર્ણય કર્યો છે.