બેક ટુ બેક ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટને લઈને ફરી એકવખત ચર્ચા શરૂ થાય એવા એંધાણ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઈયાન ચેપલે કહ્યું છે કે વધુ સારા બેટ અને નાના મેદાન બોલરોને ‘વર્ચ્યુઅલ બોલિંગ મશીન’માં ફેરવી રહ્યા છે. રમતના રક્ષકોને ટી-20 ક્રિકેટમાં રમત અને મનોરંજન વચ્ચે સંતુલન જાળવવા માટે સુધારાત્મક પગલાં લેવા અપીલ કરી છે. ચેપલે એક સ્પોર્ટ્સ ચેનલ પરની કોલંમમાં લખ્યું હતું કે, “પ્રશાસકોએ બેટ અને બોલ વચ્ચે આદર્શ સંતુલન શોધવાની અને ચાહકોને ક્રિકેટના મહત્વ વિશે શિક્ષિત કરવાની જરૂર છે.”
તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં મોટાભાગની ટીમો ચેઝ કરવાનો પ્રયાસ કરી રહી હતી. કારણ કે ટોસનો મોટો ફાયદો મળી રહ્યો હતો. સિક્કો ઉછાળીને જીત લો અને મેચ જીતો’, આ રીતે વર્લ્ડ કપ બની ગયો હતો. જોકે, એમનું આ અંગત મંતવ્ય છે. ‘જ્યારે બોલ બેટની વચ્ચેથી ટક્કર થાય છે અને સ્ટેન્ડમાં જાય છે. ત્યારે તે ઠીક છે, પરંતુ જ્યારે ખોટો હિટ બોલ દોરડાની આરપાર જાય ત્યારે બોલરને ખૂબ ગુસ્સો આવવો જોઈએ.’ તેમનું માનવું છે કે, ‘ઓસ્ટ્રેલિયાના મોટા મેદાનો પર સમસ્યા એટલી નથી.’ જેટલી નાના મેદાન પર જોવા મળે છે. પરંતુ ખબર નથી કે કયા ‘જીનીયસ’એ વધુ સારા બેટ અને ટૂંકા મેદાનનું વિચિત્ર સંયોજન બનાવ્યું છે. આ યોજના બોલરોને ‘વર્ચ્યુઅલ બોલિંગ મશીન’ બનાવી રહી છે.
સારા બોલરો માટે આ ગંભીર મુદ્દો છે. તેને તાત્કાલિક સુધારવાની જરૂર છે. જ્યારે બોલરોને નિયમો દ્વારા ઈરાદાપૂર્વક સ્ટમ્પની બહાર બોલ ફેંકવા માટે ઉશ્કેરવામાં આવે છે. જેથી કરીને તેઓ મોટા શોટથી બચી શકે, તો તે રમતનું મહત્વ ઘટાડે છે. ક્રિકેટને મનોરંજનની જરૂર છે. પરંતુ તે જ સમયે તેના મૂળ સાથે મજબૂત જોડાણ જાળવી રાખવું જોઈએ. રમતના ભવિષ્ય માટે આયોજન કરતી વખતે સંચાલકોએ પણ આ મહત્ત્વનો મુદ્દો યાદ રાખવાની જરૂર છે.