Sunday, March 23, 2025
HomeBussinessકચરામાંથી આ છોકરો બનાવે છે બુટ,મહિન્દ્રાએ કર્યા વખાણ

કચરામાંથી આ છોકરો બનાવે છે બુટ,મહિન્દ્રાએ કર્યા વખાણ

જ્યારે પણ ક્રિએટિવીટીની વાત આવે છે ત્યારે એને પોંખવામાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પહેલા ક્રમે આવે છે. તે માત્ર પ્રશંસા કરતા નથી પરંતુ, સર્જનાત્મક મન બનાવવા માટે પણ મદદ કરે છે. આ વખતે આનંદ મહિન્દ્રાની નજરોમાં એવો જ એક ભારતીય સાહસિક આવ્યો છે, જેની કંપની પ્લાસ્ટિકની બોટલ અને ભંગાર બેગમાંથી પગરખા બનાવે છે. 23 વર્ષનો આશય ભાવે. જ્યારે આશય બિઝનેસ સ્કૂલમાં હતો ત્યારે તેને એક કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો કે જે વેસ્ટ પ્લાસ્ટિક રિસાયકલ કરે છે. સ્નીકર બનાવે.

તેના સ્ટાર્ટઅપનું નામ થેલી છે. કંપનીનો ઉદ્દેશ દર વર્ષે ઉપયોગમાં લેવાતી 100 બિલિયન પ્લાસ્ટિકની બેગની સમસ્યાનો ઉકેલ શોધવાનું હતું. આ પ્લાસ્ટિકની બેગ વાર્ષિક 1.2 મિલિયન બેરલ તેલનો ઉપયોગ કરે છે અને દર વર્ષે 100,000 સમુદ્રી જીવોને મારી નાંખે છે. આનંદ મહિન્દ્રાને આશયની આ પ્રવૃત્તિ વિષે નોર્વેના ભૂતપૂર્વ રાજદૂત અને પ્રધાન અને ભૂતપૂર્વ યુએન એન્વાયર્નમેન્ટ ચીફ એરિક સોલ્હેમના ટ્વીટથી જાણવા મળ્યું. એરિક સોલ્હેમે તેના ટ્વીટ ‘થેલી’ અને આશય પર બેસ્ટ વિડીયો શેર કર્યો છે. આનંદ મહિન્દ્રાને દુઃખ છે કે તે આ સ્ટાર્ટઅપ વિશે જાણતા નથી. તેમણે કહ્યું કે આપણે આવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. આનંદ મહિન્દ્રાએ કંપની દ્વારા બનાવવામાં આવેલા એક જોડ જૂતા ખરીદવાનું નક્કી કર્યું છે, ઉપરાંત તેઓ પણ તેમના સ્ટાર્ટઅપને ભંડોળ પૂરું પાડવા માગે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW