Friday, November 14, 2025
HomeGujaratસતત બીજી વખત સુરત બન્યું દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર

સતત બીજી વખત સુરત બન્યું દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર

નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ અમૃત મહોત્સવ એવોર્ડ્સ યોજાયો હતો. જેમાં ઈન્દોર શહેરને દેશના સર્વોચ્ચ સ્વચ્છ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યુ છે. તો સતત બીજી વખત સુરત બન્યું દેશનું બીજા નંબરનું સ્વચ્છતમ શહેર જાહેર થયુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તમામ શહેરોને સ્વચ્છતાના એવોર્ડ આપવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ ઈન્દોર શહેરના વખાણ કરતા કહ્યું કે, આ વર્ષે પણ ઈન્દોરે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યું છે.

પરંતુ સતત પાંચમી વાર પહેલા નંબર પર રહેવુ તે મોટી વાત છે. સ્વચ્છતાના માપદંડમાં ફરી એકવાર સુરત શહેર સફળ રહ્યું છે. સ2021 માં સતત બીજી વખત સુરત શહેરનું સ્વચ્છ શહેરમાં નામમાં સામેલ કરાયું છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા સ્વચ્છ અમૃત મહોત્સવમાં દેશના સ્વચ્છ શહેરોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ સિધ્ધિ બદલ સુરત મનપાએ જનતાનો આભાર માન્યો છે. સાથે જ શહેરને સ્વચ્છ રાખવા બદલ સુરતીઓનો આભાર માન્યો છે. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર સતત 5 મી વખત પ્રથમ સ્થાને છે. તો અમદાવાદ શહેર દેશનું સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ જાહેર થયુ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,160SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page