લાકડીયા-વડોદરા જતી 765 કેવી વીજપોલ નાખવાની કામગીરી ચાલી રહી રહી છે. આ માટે હળવદમાં અલગ અલગ જગ્યાએ વીજલાઈન માટે પોલ લગાવવામાં આવી રહ્યા છે. જોકે ખેડૂતોને પુરતું વળતર ચુકવવામાં આવ્યું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. અગાઉ અલગ અલગ કચેરીઓના ઘેરાવ કરી રહ્યા છે. અગાઉ ખેડૂતોએ અર્ધનગ્ન થઇ વિરોધ કર્યો હતો તો અગાઉ અનેક વખત અલગ અલગ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપી વિરોધ કરી રહ્યા છે.

ત્યારે આજે ઢવાણા,રણજીતગઢ,કેદારીયા,રાણેકપર સહીતના ગામના ખેડૂતો અને મહિલાઓ એકઠા થયા હતા અને વીજ ટ્રાન્સમિશન કંપનીનો વિરોધ કરી રહ્યા છે તેમજ જો વીજ લાઈન શરુ કરવી હોય તો કા ખેડૂતોને પુરતું વળતર ચુકવવામાં આવે જો તેમ નહી કરવામાં આવે તો સામુહિક આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી

ખેડૂતોના આંદોલનના કારણે મોરબી જિલ્લા પોલ્સીએ એસઆરપીની ટીમ તેમજ પ્રાંત અધિકારી અને વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી ગયા હતા અને ખેડૂતોને સમજાવવા પ્રયત્ન કરાયો