બંગાળની ખાડીમાં સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે મોરબી જીલ્લાની વાત કરીએ તો જીલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ પડ્યો છે.તેમાં પણ સૌથી વધુ મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં નોધાયું છે.જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કુલ ૬ મીમી પાણી વરસ્યું છે જેના કારણે એક તરફ શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે.
તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં ઉભા પાકમાં પાણી પડતા પાક પલળી ગયો છે જેના કારણે તેમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ જીલ્લામાં અલગ અલગ તાલુકામાં ઘઉં,ચણા, રાઈ, જીરું ધાણા સહીતના પાકનું કુલ 18,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.
આ કમોસમી વરસાદથી આ પાકમાં નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.તાલુકા મુજબ જોઈતો સૌથી વધુ શિયાળુ પાકનું વાવેતર હળવદમાં 7980 હેક્ટર,માળીયામાં 700 હેક્ટર,મોરબીમાં 1070 હેક્ટર,ટંકારામાં 7235 હેક્ટર,વાંકાનેરમાં 1016 હેકટરમાં વાવેતર થયું છે.આમ જીલ્લામાં 18,000 હેક્ટર વાવેતર કર્યું છે. જેમાં નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલ વરસાદની વિગત જોઈએ તો મોરબીમાં 6 મીમી,માળીયામાં 5 મીમી હળવદમાં 2 મીમી,ટંકારામાં 2 મીમી, જયારે વાંકાનેરમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા.