Monday, February 17, 2025
HomeBussinessરેલ્વેની પહેલી પોડ હોટલ શરૂ, કેપ્સ્યૂલ જેવા લક્ઝરી રૂમમાં યાત્રી કરશે...

રેલ્વેની પહેલી પોડ હોટલ શરૂ, કેપ્સ્યૂલ જેવા લક્ઝરી રૂમમાં યાત્રી કરશે આરામ

મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર બુધવારે પોતાનો પહેલી પોડ હોટલ કે પોડ રૂમ ઈન્ડિયન રેલવેએ શરૂ કરી દીધો છે. આ પ્રકારના રૂમ અમેરિકા અને જાપાનમાં ઘણા જ પ્રસિદ્ધ છે. જો કોઈ યાત્રી ટ્રેનની યાત્રા પછી થાક ઉતારવા માગતો હોય તો તે સ્ટેશન પર જ આ પોડ હોટલમાં રોકાઈને આરામ કરી શકે છે.

Pod Hotel: फोटोज-वीडियो में देखिए अंदर से कितना शानदार है पॉड होटल, मुंबई  स्टेशन पर हुई है शुरुआत - Pod Hotel Mumbai Central Station Indian Railway  starts with IRCTC Photos Videos and

આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેપ્સ્યૂલવાળા રૂમની હોટલમાં એક યાત્રી 12થી 24 કલાક સુધી રોકાય શકે છે. અહીં રોકાવા માટે ભાડું 999 રૂપિયાથી લઈને 1999 રૂપિયા સુધીનું હશે. રેલવેનું કહેવું છે કે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાડું ઘણું જ ઓછું રાખવામાં આવ્યું છે.


રેલવેના જણાવ્યા મુજબ, પ્રાઈવેટ પોડનું ભાડું 1249 રૂપિયાથી લઈને 2499 રૂપિયા સુધીનું હશે. જો તમે કોઈ શોર્ટ બિઝનેસ ટ્રિપ પર મુંબઈ જાઓ છો કે બાળકોના ગ્રુપને ફરવા લઈ જવા માગો છો તો આ હોટલમાં રોકાવા માટે શાનદાર જગ્યા છે. રેલ મંત્રાલયે પોતાના સોશિયલ મીડિયાના પેજ પર આ વર્લ્ડ ક્લાસ પોડની કેટલીક તસવીરો પણ શેર કરી છે.

પોડ હોટલમાં કેપ્સ્યૂલવાળા રૂમ હોય છે. આ તમામ એરકંડિશન રૂમ હોય છે. હાલના સમયમાં પોડ હોટલને ચાર કેટેગરીમાં વેચવામાં આવી છે, જેની અલગ અલગ કિંમત અને સુવિધાઓ છે. મુંબઈ સ્ટેશન પર બનેલા પોડ રૂમને ક્લાસિક પોડ, એક્સક્લૂઝિવ લેડીઝ પોડ અને સ્યૂટેડ પોડમાં વેચવામાં આવ્યા છે. આ આધારે જ એની કિંમત પણ નક્કી કરાઈ છે.


કોમન એરિયામાં લોકોને બેસવા માટે સ્થાન બનાવવામાં આવશે,અહીં સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે. પોડ હોટલના રૂમમાં બાથરૂમ નહીં હોય,રૂમમાં સેટેલાઈટ ટીવી, કોમ્પ્લિમેન્ટરી વાઈફાઈ હશે. રૂમની બહાર બેગેજ લોકર, પાવર સોકેટ, USB પોર્ટની સુવિધાઓ હશે,પોડ હોટલમાં 2 બિઝનેસ સેન્ટર ડેસ્ક પણ ઉપલબ્ધ હશે, જ્યાં વ્યક્તિ કોફીની સાથે પોતાનું કામ કરી શકશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW