મોરબીના લીલાપર ગામ નજીક રહેતા એક પરિવારનું બે વર્ષનું બાળક રાત્રિના રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયું હતું અને ડૂબી જતા તેનું મોત થયું હતું બનાવ બાદ બંનેને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવ અંગે પોલીસે એડી નોંધ કરી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક રહેતા રાજેન્દ્રસિંહ જાડેજા નો બે વર્ષનો પુત્ર નક્ષરાજસિંહ ગતરાત્રિના 10:30 વાગ્યાની આસપાસ માટે પાણીના ટાંકામાં પડી ગયો હતો અને ડૂબી ગયો હતો બાદમાં બાળકને પરિવાર જનો સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા.જ્યાં તબીબે નક્ષરાજને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે એડી નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી

