આજે ફરી એક વખત ભારતીય શેરબજારમાં રિલાયન્સ પાવર મોમેન્ટનું સર્જન થયું હતું. દેશની સર્વપ્રથમ ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન પેટીએમના લીસ્ટીંગ સાથે જ 2150માં ઈન્વેસ્ટરોને ઓફર થયેલો શેર રૂા.1950માં ખુલ્યો હતો. માર્કેટની સાથે જ કડાકા ભડાકામાં 24 ટકા ડાઉન થઈને 1650માં ટ્રેડીંગ થઈ રહ્યો છે. જેના કારણે એના ફાઉન્ડર વિજયશંકરની આંખ ભીની થઈ ગઈ હતી. તેઓ ભાવુંક થઈ ગયા હતા. પણ રોકાણકારો તો રીતસરના રડી પડ્યા હતા.
અત્યાર સુધીનો આ સૌથી મોટો આઈપીઓ ભારતમાં હતો. કંપનીએ 18300 કરોડ ઉઘરાવવા માટે ઈન્વેસ્ટરોને શેર ઓફર કર્યા હતા. જો કે નવેમ્બર 8 થી 10 દરમિયાન આ કંપનીના ભરણા સમયે જ તેનો નબળો પ્રારંભ થશે તેવા સંકેત મળવા લાગ્યા હતા. સમગ્ર ઈશ્યુ માંડ માંડ સબક્રાઈબ થયો. છેલ્લે ઈન્સ્ટીટયુશને તથા અન્ડરાઈટર્સે પૈસા નાંખતા તે શેર ઈશ્યુ ભરાયો હતો. તેથી જ આ ઈશ્યુ અંગે જબરી ઉતેજના હતી. માર્કેટમાં સવારે પેટીએમના સીઈઓ અને ફાઉન્ડર વિજય શંકર શર્મા એ 10 વાગ્યે લીસ્ટીંગનો ડંકો વગાડવા માટે તેના પુત્રને પણ સામેલ કર્યા. ફેમીલી અફેર્સ જેવી સ્થિતિ બનાવી લીધી હતી. શેર ડિસ્કાઉન્ટમાં લોન્ચ થયા બાદ ખુદ વિજય શંકર શર્મા મુંબઈ શેરબજાર ખાતે ભાવુક થઈ ગયા.
તેમના આંસુને રોકી શકયા નહી. 43 વર્ષના વિજય શંકર શર્મા દેશના સર્વપ્રથમ સ્ટાર્ટસઅપ તરીકે સ્થાન મેળવ્યું હતું. જોકે Paytmનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈસ કરતાં નીચી કિંમતે થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. Paytmની ઈસ્યુ પ્રાઈસ 2150 રૂપિયા નક્કી થઈ હતી, જ્યારે એનું લિસ્ટિંગ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1955 રૂપિયા પર, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 1950 રૂપિયા પર થતાં લોકો નિરાશ થયા છે. સોશિયલ મીડિયા પર લોકોએ Paytmના નીચા લિસ્ટિંગ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો.