Wednesday, March 26, 2025
HomeNationalઆ મહિને નેવીને મળશે પહેલુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS વિશાખાપટ્ટનમ

આ મહિને નેવીને મળશે પહેલુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર INS વિશાખાપટ્ટનમ

ભારતીય નૌસેનાની મારક ક્ષમતા આ મહિને વધવાની છે. નવેમ્બર મહિનામાં ભારતીય નૌસેના પહેલી વખત સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર INS વિશાખાપટ્ટનમ તથા કલવરી શ્રેણીની સબમરીન INS વેલા સૈન્ય શક્તિમાં સામિલ કરી દેવાશે. રક્ષામંત્રી રાજનાથસિંહ તા.21 નવેમ્બરના રોજ INS વિશાખાપટ્ટનમને નૌસેનાને સોંપશે. તા.25 નવેમ્બરના રોજ INS વેલાને નેવી ચીફ એડમીરલ કરમબીરસિંહની ઉપસ્થિતિમાં નેવી કમિશનમાં શામિલ કરી દેવાશે.

INS વેલા પ્રોજેક્ટ 75 અંતર્ગત આ ચોથી સબમરીન છે. આ બંને બાદ ડીસેમ્બર મહિનાની શરૂઆતમાં દેશના પહેલા સર્વે વેસલ્સ પ્રોજેક્ટ અંતર્ગત બનેલા વધુ એ વાહનને પણ નૌસેનામાં શામિલ કરી દેવાશે. નૌસેના વાઈસ ચીફ એડમીરલ સતીશએન ઘોરમેડેએ કહ્યું હતું કે, INS વિશાખાપટ્ટનમના ઉત્પાદનમાં સંપૂર્ણ રીતે સ્વદેશી સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્વદેશી સ્ટીલથી આ વાહન તૈયાર કરાયું છે.

ભારતમાં તૈયાર થયેલું આ સૌથી મોટી ડિસ્ટ્રોયર છે. જેની લંબાઈ 163 મીટર અને વજન 7400 ટનથી વધારે છે. સુમદ્રમાં થનારા યુદ્ધમાં આ વૉરશીપ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જેના નિર્માણમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 75 ટકા સાધન સામગ્રી ભારતીય બનાવટની છે. નવી વૉરશીપ આધુનિક હથિયાર અને સેન્સરથી લેસ છે. જે સરફેસથી હવામાં વાર કરી શકે છે. જેમાં મીડિયમ અને નાની રેન્જની રાઈફલ્સ, નાની સબમરીન તથા રોકેટનો પણ સમાવેશ થાય છે. આનાથી ચીન અને પાકિસ્તાન સામે સુરક્ષામાં મોટી મદદ મળી રહેશે. ચીન સતત પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યો છે. ખાસ કરીને સમુદ્ર ક્ષેત્રમાં તે વધુ સક્રિય થઈ રહ્યો છે. ચીન તાઈવાન નજીક પોતાની સબમરીન ચલાવી રહ્યો છે. સાઉથ કોરિયા અને જાપાનના કેટલાક માછીમારોને પણ તે ઘમકાવી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,456FollowersFollow
2,690SubscribersSubscribe

TRENDING NOW