વોડાફોન આઈડિયા કંપનીઓના કેટલાક પ્લાન એવા છે, જે જોવામાં એક જેવા લાગે છે. Vodafone Idea અને Reliance Jio ગ્રાહકોને એક પ્લાન દ્વારા 84 દિવસ માટે દરરોજ 3 જીબી ડેટા ઓફર કરે છે. જો આપણે બંને પ્લાનની તુલના કરીએ તો બેનિફિટ્સના મામલામાં Vi બાજી મારે છે. આ પ્રીપેડ પ્લાન તે યૂઝર્સ માટે છે, જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે.
વોડાફોન આઈડિયા 901 રૂપિયામાં 3GB ડેલી ડેટા પ્લાનની સાથે 84 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ સાથે યૂઝર્સને 48GB નો બોનસ ડેટા પણ મળે છે. ખાસ વાત છે કે એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલની મેમ્બરશિપ પણ મળે છે. એટલું જ નહીં, પ્લાનમાં ત્રણ અન્ય સુવિધાઓ-વીકેન્ડ ડેટા રોલઓવર, બિંઝ ઓલ નાઇટ અને વીઆઈ મૂવીઝ એન્ડ ટીવીનું એક્સેસ પણ મળે છે. રિલાયન્સ જીયોના પ્લાનની કિંમત 999 રૂપિયા છે.

તેમાં ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં યૂઝર્સને ટોટલ 252 જીબી ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS તો આપવામાં આવે છે, પરંતુ vi ની જેમ કોઈ બોનસ ડેટા નથી. JioTV, JioCinema, JioSecurity, JioCloud નું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.